અમદાવાદ
વડોદરાના સાવલીમાં આવેલી નેક્ટર કેમ નામની દવાની કંપનીમાં કરાયેલા ૨૨૫ કિલો જેટલા એમ ડી ડ્રગ્સના મામલે એટીએસની વિવિધ ટીમ દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. જે સંદર્ભમાં એટીએસની ટીમ દ્વારા રાજકોટના ગોંડલના હડમતાળામાં આવેલી પારમેક્સ કંપનીમાં દરાડો પાડવામાં આવ્યા હતા. પારમેક્સ કંપનીમાંથી સાવલીની ફાર્મા કંપનીમાં એમ ડી ડ્રગ્સ બનાવવા માટેનું રૉ મટિરીયલ સપ્લાય કરાયાની વિગતો ખુલસા એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કેટલાંક શંકસ્પદ સેમ્પલ અને ડોક્યુમેન્ટ જપ્ત કરાયા છે.વડોદરાના સાવલીમાં આવેલી નેક્ટર કેમ કંપનીમાં એટીએસ દ્વારા દરોડા પાડીને રૂપિયા ૧૧૫૦ કરોડની કિંમતના ૨૨૫ કિલો જેટલું એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં તબક્કાવાર શરૂ થયેલી તપાસમાં અનેક ખુલાસા થયા હતા. નેક્ટર કેમ કંપનીમાં એમ ડી ડ્રગ્સ તૈયાર કરવા માટે લાવવામાં આવેલા રૉ મટીરિયલને મોરબી, અમદાવાદ, રાજકોટ ભરૂચ, સુરતમાંથી સપ્લાય કરાયા હોવાનું ખુલ્યું હતું. જે સંદર્ભમાં એટીએસની ટીમે રાજકોટ ગ્રામ્ય એસઓજી અને લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને સાથે રાખીને રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલા હડમતાળામાં આવેલી પારમેક્સ ફાર્મા કંપનીમાં દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં ફાર્મા કંપનીમાં તૈયાર કરવામાં આવતા વિવિઘ રૉ મટિરિયલ અને તેના જથ્થા તેમજ સપ્લાયની વિગતો એકત્ર કરવામાં આવી હતી. સાથેસાથે કેટલાંક સેમ્પલ પણ એકત્ર કરવામાં આવ્યા છે. એટીએસના સુત્રોના જણાવ્યા મુજબ પારમેક્સ અને સાવલીની કંપની વચ્ચે અનેકવાર દવા બનાવવા માટેના રૉ મટીરિયલની આપ લે કરવામાં આવી હતી. જે સંદર્ભમાં રાજકોટથી મોકલાયેલા રૉ મટીરિયલથી એમ ડી ડ્ગ્સ તૈયાર કરાયું હતું. એટીએસ દ્વારા જપ્ત કરાયેલા ડ્રગ્સના નમુના ચકાસણી માટે ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યા છે.આ સાથે ફાર્મા કંપનીના સીસીટીવીના છેલ્લાં ત્રણ મહિનાના ડેટા પણ ેેએટીએસ દ્વારા એકત્ર કરાયા છે. હાલ આ સમગ્ર તપાસ પ્રાથમિક તબક્કામાં હોવાને કારણે એટીએસ તમામ રિપોર્ટને આધારે આગામી સમયમાં કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.
https://ift.tt/ZIlq9z8
0 ટિપ્પણીઓ