રાજકોટનાં મ્યુઝિયમમાં 7મીથી 13મી સદીની દિવ્ય પ્રતિમાઓનો ખજાનો : એક સરખા માનવ આકારમાં જોવા મળતી તીર્થંકરોની પ્રતિમાની ઓળખ મૂર્તિ સાથે દ્રશ્યમાન થતા પ્રતીકો પરથી થાય છે: ઓળખ માટે સિંહ-શંક અને નાગ જેવા પ્રતીક
રાજકોટ, : જૈન ધર્મમાં સંસારમાંથી પાર ઉતરવા માટે જે આત્મદર્શનનો માર્ગ બતાવે છે તેને તિર્થકર કહેવામાં આવે છે. સામાન્ય રીતે જૈન ધર્મના 24 તિર્થકરો એક સરખા માન આકારમાં જોવા મળે છે. પરંતુ તેની ઓળખ માટે મૂર્તિ સાથે દ્રશ્યમાન થતા લાંછન પરથી થાય છે. જૈન પ્રતિમાઓનાં સિંહ સાથે દ્રશ્યમાન થાય તે ભગવાન મહાવીર સ્વામી. શંખનાં ચિહ્વન સાથે હોય તો ભગવાન નેમિનાથ. બળદનું લાંછન વૃષભદેવ સાથે જોવા મળે છે. જયારે નાગનાં ચિહ્વન સાથેની પ્રતિમા હોય તો તે પાશ્વનાથ ભગવાન ગણાય છે.
રાજકોટનાં જ્યુબિલી ચોક નજીક આવેલા વોટસન મ્યુઝીયમમાં આ પ્રકારનાં જૈન તિર્થકરોની જે મૂર્તિઓ જોવા મળે છે તેમાં ભગવાન મહાવીર સ્વામી ઉપરાંત જૈન તિર્થકર વૃષભદેવ, જૈન તિર્થકર પાશ્વનાથ, જૈન તિર્થકર ધર્મદેવ, જૈન તિર્થકર નમીનાથ ભગવાન સહિતની પ્રતિમાઓનો સમાવેશ થાય છે. વર્ષો અગાઉ વિજાપુરના બિલોદ્રા ગામેથી મળી આવેલી આ પ્રતિમાઓ ઉપરાંત અહી જૈન દેવી અંબિકાની વિરલ પ્રતિમા જોવા મળે છે. ભગવાન મહાવીર સ્વામીનાં જન્મ વાંચના સમય માતા ત્રિશલાદેવીને આપેલા ૧૪ સુત્રોનાં ચિત્રો, જૈન ધર્મગ્રંથ કલ્પ સુત્રની હસ્તપત્રો સાચવવામાં આવ્યા છે.
મ્યુઝીયમનાં સંચાલકોનાં જણાવ્યા મુજબ ઉતર ગુજરાતનાં વિજાપુર નજીક આવેલા બિલોદ્રા ગામોની જૈનતિર્થકરોની પ્રતિમાઓ જે રીતે મળી છે એ જ રીતે સુરેન્દ્રનગર નજીક આવેલા ઝીંઝુવાડામાંથી માતૃકાઓની જુદી જુદી પ્રતિમાઓ જયારે ભાણવડ નજીકનાં ધુમલી ખાતેથી એ સમયની યુધ્ધ કલાનું નિરૂપણ કરતું શિલ્પ-સ્થાપત્ય દર્શાવતી પ્રતિમાઓ અને સિધ્ધપુર-પાટણથી સુર્ય-સુર્યાણી અને વિશ્ણું ભગવાનની દિવ્ય પ્રતિમાઓ અહી સંગ્રહિત કરવામાં આવી છે. ચોટીલાના ચોબારી ગામેથી તેમજ વઢવાણ નજીક ખોડલીપાર વિસ્તારમાંથી વરાહ સ્વરૂપ ગણાતા વિશ્ણું ભગવાનની દિવ્ય પ્રતિમા મળી આવી છે. સૌરાષ્ટ્ર-ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી આ દિવ્ય પ્રતિમાઓ શિલ્પ-સ્થાપત્ય કલાનાં ગૌરવવંતા ઈતિહાસની ઝાંખી કરાવે છે.
https://ift.tt/BGXJZIg
1 ટિપ્પણીઓ
You have written very well here, I have also written Interior designer in Ahmedabad like you.
જવાબ આપોકાઢી નાખોApart from Kark rashi name boy you will also get