નવી દિલ્હી,22 ઓગસ્ટ,2022,સોમવાર
પાકિસ્તાની નાગરિકો અને શંકાસ્પદ ઘૂસણખોર પકડાયા હોવાની ઘટના અનેક વાર બની છે.હવે ચીની નાગરિકો પણ ગેર કાયદેસર વસવાટ કરવા લાગ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી પોલીસે નોઇડાના ગૌતમબુદ્ધવગરમાં ગેરકાયદેસર રીતે રહેતા 15 ચીની નાગરિકોને પકડયા છે. આ ચીનીઓ વીઝા મુદ્ત પુરી થયા પછી પણ કોઇ પરમિશન વગર રહેતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ નાગરિકોને દિલ્હીમાં આવેલા ડિટેંશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.
આ બાબતે પોલીસ હવાલા. ઠગાઇ અને જાસૂસી એંગલથી તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી નોઇડામાં ગેર કાયદેસર રહેતા વિદેશી નાગરિકોની ઓળખ કરવાનું પોલીસ અભિયાન શરુ કર્યુ છે. આ અભિયાન હેઠળ જ 15 ચીની નાગરિકો પકડાયા હતા જેમાં 1 મહિલા અને 14 પુરુષો છે. વીઝા પૂર્ણ થયા પછી દુતાવાસને જાણકારી આપવી પડે છે તેની પ્રક્રિયાનું પણ પાલન કર્યુ ન હતું. ચીની નાગરિકોની તપાસ કરીને ડિટેંશન સેન્ટરથી છેવટે પોતાના દેશ મોકલવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.
https://ift.tt/JDYxfzn from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mroV9CE
0 ટિપ્પણીઓ