નવી દિલ્હી, તા.20 એપ્રિલ-2023, ગુરુવાર
દિલ્હી સહિત દેશભરમાં ઈદની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ સવાલ એ છે કે ઈદ કયા દિવસે ઉજવાશે ? સામાન્ય રીતે સાઉદી અરેબિયામાં રમઝાન 1 દિવસ વહેલો શરૂ થાય છે અને ઈદ પણ 1 દિવસ પહેલા ઉજવવામાં આવે છે. જો આ આધારે જોવામાં આવે તો દેશભરમાં શનિવારે ઈદની ઉજવણી થવાની સંભાવના છે, કારણ કે સાઉદી અરેબિયામાં ઈદનો ચાંદ દેખાઈ ગયો છે અને ત્યાં શુક્રવારે ઈદ મનાવવામાં આવશે.
ખગોળશાસ્ત્રના નિષ્ણાત દ્વારા કહેવાયું હતું કે, સાઉદી અરેબિયામાં શનિવારે ઈદની ઉજવણી થઈ શકે છે. બીજી તરફ ભારતમાં પણ શનિવાર કે રવિવારે ઈદની ઉજવણી કરાશે. આ વખતે 29મીએ એટલે કે શુક્રવારે ઈદનો ચાંદ જોવા મળશે અને શનિવારે દેશભરમાં ઈદ મનાવવામાં આવે તેવી મોટી સંભાવના છે.
https://ift.tt/sqreh3G from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qcY2NRt
0 ટિપ્પણીઓ