Shamshera Title Track: ફિલ્મ ‘શમશેરા’નું ધમાકેદાર ટાઇટલ ટ્રેક રિલીઝ

નવી મુંબઇ,તા. 15 જુલાઇ 2022, શુક્રવાર 

રણબીર કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ 'શમશેરા'ને લઈને ચર્ચામાં છે. થોપહેલાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતુ. હવે મેકર્સે ફિલ્મનું ટાઈટલ ટ્રેક પણ રિલીઝ કરી દીધું છે. જેમાં રણબીર કપૂર અત્યાર સુધીના સૌથી રોમાંચક અંદાજમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં અભિનેતા હાઇ ઓક્ટેન સીન કરતા જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મનું પ્રમોશન પણ રણબીર કપૂર ખૂબ કરી રહ્યાં છે. 

આ ફિલ્મના ટાઇટલ ટ્રેકને યૂટ્યૂબ પર પણ રિલીઝ કરી દેવાયુ છે. જેમાં રણવીર શાનદાર લાગી રહ્યાં છે. રણવીર કપૂરના ચહેરા પર આક્રોશ દેખાઇ રહ્યો છે. આ ગીતમાં ઘણા હાઇટેક એક્શન સીન પણ છે.        

ફિલ્મના આ સોન્ગ વિશે રણવીર કપૂરે કહ્યું કે, હું જ્યારે પણ આ ગીતને સાંભળુ છુ, તો કંપી જાવ છુ, સુખવિંદર અને અભિષેકે આ ગીતમાં પોતાનું બધુ જ ન્યોછાવર કરી દીધુ છે. તેમણે એક એવુ ગીત બનાવ્યુ છે, જે શમશેરામાં જોશ પર પૂરી રીતે ખરુ ઉતરે છે. રણવીરે શમશેરાને એક શક્તિશાળી યોદ્વા ગણાવ્યો છે.     

કરન મલ્હોત્રા દ્વારા ડિરેક્ટ કરેલ ફિલ્મ શમશેરામાં સંજય દત્ત ફરી એકવાર વિલનના રોલમાં જોવા મળશે. ત્યારે રણબીર કપૂર (Ranbir Kapoor) આ ફિલ્મ દ્વારા 4 વર્ષ બાદ કમબેક કરી રહ્યાં છે. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં નજરે પડશે. આ ફિલ્મ 22 જુલાઈ 2022ના રોજ રિલીઝ થવાની છે.




https://ift.tt/TV1HMc7

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ