- 'મારા જીવનનો સૌથી અદભુત દિવસ... તે પુનઃજન્મ જેવો છે. એક ફિલ્મ નિર્માતા બનવું હંમેશા મારુ પ્રિય કામ રહેશે.' - કંગના રનૌત
મુંબઈ, તા. 15 જુલાઈ 2022, શુક્રવાર
કંગના રનૌતે ગઈ કાલે તેની આગામી ફિલ્મ 'Emergency'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તે ભૂતપૂર્વ દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે.
કંગના રનૌતે પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર તેની આગામી ફિલ્મનું ટીઝર અને તેનો ઈન્દિરા ગાંધી તરીકેનો ફર્સ્ટ લુક ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો. આ ઉપરાંત તેણે વિશેષ પૂજા વિધિની એક તસવીર પણ શેર કરી છે. તેણે આ તસવીર ઉપર લખ્યું છે કે, 'મારા જીવનનો સૌથી અદભુત દિવસ... તે પુનઃજન્મ જેવો છે. એક ફિલ્મ નિર્માતા બનવું હંમેશા મારુ પ્રિય કામ રહેશે.' અભિનેત્રીએ તેના ક્લિકને કેપ્શન આપીને જણાવ્યુ છે કે, તેણે કામ શરૂ કર્યું છે જે તેના એકલ દિગદર્શન સાહસને પણ દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે કંગના રનૌત આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનો રોલ પ્લે કરવાની છે. તેના ફર્સ્ટ લુકે ચાહકોમાં ખૂબ જ ઉત્સુકતા ઉભી કરી છે.
આ પણ વાંચોઃ ફિલ્મ 'ઈમરજન્સી'માં પૂર્વ PM ઈન્દિરા ગાંધીના અનોખા અંદાજમાં જોવા મળી કંગના રનૌત, જુઓ ટીઝર
આ ફિલ્મને ભારતના રાજકીય ઈતિહાસમાં નવા વળાંકો તરફ દોરી જતી ક્ષણોની વાર્તા તરીકે બનાવવામાં આવી રહી છે. કંગના રનૌતે જણાવ્યું હતું કે, 2019ની ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી'ના ડાયરેક્શન દરમિયાન તેને જે શક્તિની અનુભૂતિ થઈ રહી હતી તેનાથી તે રોમાંચિત થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ ઓસ્કર વિજેતા મેકઅપ આર્ટિસ્ટે કંગનાને આપ્યો ઈન્દિરા ગાંધી લૂક
અભિનેત્રીએ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ઈમરજન્સી' ભારતના રાજકીય ઈતિહાસના સૌથી મહત્વના સમયગાળામાંથી એકને દર્શાવે છે. તેણે આપણા સત્તાને જોવાના દૃષ્ટિકોણને બદલી નાખ્યો હતો અને તેથી મેં આ વાર્તા કહેવાનું નક્કી કર્યું હતું.
ઈન્દિરા ગાંધી દ્વારા વર્ષ 1975 થી 1977 સુધીના 21 મહિનાના સમયગાળા માટે કટોકટી લાદવામાં આવી હતી. આ દરમિયાન લોકોના મૂળભૂત અધિકારો ઉપર કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા.
ઈન્દિરા ગાંધી દ્વારા 1977માં 'ઈમરજન્સી' હટાવવામાં આવ્યા બાદ લોકસભાની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં ભારતની રાજનીતીમાં 1947 પછી પ્રથમ વખત કોંગ્રેસની કારમી હાર થઈ હતી.
આ અગાઉ કંગના રનૌતે વર્ષ 2021માં આવેલી ફિલ્મ 'થલાઈવી'માં દિવંગત અભિનેત્રી-રાજકરારણી જયલલિતાની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે 'મણિકર્ણિકા' ફિલ્મમાં ઝાંસીની સ્વતંત્ર સેનાની રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી હતી. કંગનાએ કહ્યું હતું કે પ્રખ્યાત વ્યક્તિત્વની ભૂમિકા ભજવવી હંમેશા પડકાર જનક હોય છે.
2021ની 'થલાઈવી'માં દિવંગત અભિનેતા-રાજકારણી જે જયલલિતાની ભૂમિકા નિભાવનાર રાનૌતે કહ્યું કે પ્રખ્યાત વ્યક્તિત્વની ભૂમિકા ભજવવી હંમેશા પડકારજનક હોય છે. 'મણિકર્ણિકા'માં, તેણે ઝાંસીની સ્વતંત્રતા સેનાની રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી હતી.
https://ift.tt/OxoArB2
0 ટિપ્પણીઓ