નવી મુંબઇ, તા. 15 જુલાઇ 2022, શુક્રવાર
કોમેડી હોરર ફિલ્મ જોવી કોને ન ગમે પણ જો તમારી પસંદીદા અભિનેત્રી તમને ભૂતના રોલમાં જોવા મળે તો? હા, બાર્બી ડોલ એટલે કે કૈટરિના કૈફ હવે ભૂતના રોલમાં જોવા મળશે. ભૂલભૂલૈયા જેવી બોલીવૂડની હોરર ફિલ્મ બાદ આ એક બીજી હોરર ફિલ્મ દર્શકોને એન્ટરટેન્મેન્ટ કરવા માટે તૈયાર છે.
કેટરિના કૈફ, ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદીની હોરર કોમેડી ફિલ્મ ફોનબૂથની રિલીઝ ડેટને લંબાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે એક્સેલ એન્ટરટેઈનમેન્ટે ફોનભૂતના ફર્સ્ટ લુક બાદ ફિલ્મનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે.
કેટરિનાએ શેર કર્યું પોસ્ટર
કેટરિના કૈફ, ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી આ મોશન પોસ્ટરમાં ફિલ્મની ઈન્સાઈટ વર્લ્ડની ઝલક જોવા મળે છે.
કેટરિના, ઈશાન અને સિદ્ધાંતની આ ફ્રેન્ડલી ટ્રાયો ફોનભૂત દ્વારા તેમના દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ લેટેસ્ટ મોશન પોસ્ટર જે સામે આવ્યું છે તે અજીબ અને અનોખું પણ છે, જે ફિલ્મની સ્ટોરી વિશે પણ જણાવે છે.
મોશન પોસ્ટરમાં ઈશાન, સિદ્ધાંત અને કેટરીના ખૂબ જ ડરામણા વાતાવરણમાં પણ હસતા જોવા મળે છે. સિદ્ધાંત અને ઇશાનનો લુક પણ ખૂબ જ આકર્ષક છે. આ ફિલ્મ 7 ઓક્ટોબરે રિલીઝ થશે.
https://ift.tt/fDSXjE7
0 ટિપ્પણીઓ