'રિયા ચક્રવર્તીએ સુશાંતની જિંદગી બગાડી', બહેનના દાવા પર અભિનેત્રીએ આપ્યો જવાબ...


- સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહે પોતાના ભાઈના મૃત્યુ અંગે ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, તેના ભાઈએ આત્મહત્યા નથી કરી

મુંબઈ, તા. 16 જુલાઈ 2022, શનિવાર

રિયા ચક્રવર્તી ભલે જીવનમાં આગળ વધી હોય પરંતુ સુશાંત સિંહ રાજપૂરનો ઉલ્લેખ થતાં જ આજે તેને સૌથી પહેલા યાદ કરવામાં આવે છે.  બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદથી અત્યાર સુધી રિયા ચક્રવર્તી અવારનવાર ચર્ચામાં રહે છે.

- સુશાંતની બહેનને રિયાએ જવાબ આપ્યો

સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ મુંબઈના બાંદ્રામાં પોતાના એપાર્ટમેન્ટમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ કેસમાં રિયા ચક્રવર્તીએ જેલની હવા પણ ખાધી છે. હાલમાં સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, રિયા ચક્રવર્તીએ તેના ભાઈની જિંદગી બગાડી દીધી છે. હવે રિયાએ પોતાના અંદાજમાં આ વાતનો જવાબ અપ્યો છે. 

રિયા ચક્રવર્તીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મેસેજ લખ્યો છે. માનવામાં આવે છે કે, તેણે આ મેસેજ પ્રિયંકા માટે શેર કર્યો છે. રિયા લખ્યું હતું કે, 'લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો, અહંકારથી દૂર રહો, એટલા દૂર રહો કે કોઈ તમારી ઉપર આંગળી ન ચીંધી શકે. તમે તમારા માટે કમ્પ્લીટ છો. તમે જેવા છો એવા જ પ્રેમાળ છો'.


- પ્રિયંકા સિંહે મોટો દાવો કર્યો

સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહે પોતાના ભાઈના મૃત્યુ અંગે ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, તેના ભાઈએ આત્મહત્યા નથી કરી. પ્રિયંકાએ કહ્યું હતું કે, જ્યારે સુશાંતનું મૃત્યુ થયું તે રૂમમાં ગઈ ત્યારે જ તેને સમજાયું કે તેના ભાઈએ આત્મહત્યા કરી નથી.

આ સિવાય પ્રિયંકાએ કહ્યું હતું કે, 'વર્ષ 2019માં જ્યારે સુશાંતના જીવનમાં રિયા આવી ત્યારથી તેની જિંદગી બગડવા લાગી હતી. મારા જીવનમાં પહેલીવાર મારી અને મારા ભાઈ વચ્ચે સમસ્યાઓ હતી. આ બધું માત્ર 6 દિવસમાં થયું હતું. જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું હતું કે, શુ તમને લાગે છે કે રિયાને સુશાંતના જીવનમાં કોઈ હતુથી મોકલવામાં આવી છે. તેણીએ કહ્યું હતું કે, હા ચોક્કસથી.

- NCBએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

સુશાંત સિંહ રાજપૂતના અવસાનને 2 વર્ષ થઈ ગયા છે. સુશાંતના અવસાનથી માત્ર તેનો પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ઈન્ડસ્ટ્રી સાથે તેના ચાહકો પણ આઘાતમાં છે. હાલમાં NCBએ સુશાતના કેસને લઈને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને અભિનેત્રીના ભાઈ શોવિક સહિત 34 લોકો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેના પર વર્ષ 2020માં પ્રતિબંધિત વસ્તુઓ પ્રાપ્ત કરવાનો આરોપ છે. જેના કારણે દિવંગત અભિનેતાને ડ્રગની લત લાગી હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે, તેની ચૂકવણી અભિનેતાના ખાતામાંથી જ કરવામાં આવી હતી.



https://ift.tt/YIBErCt

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ