શુ આલિયા-રણબીરને ટ્વિન્સ બાળકો થવાના છે? સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ


મુંબઈ, તા. 16 જુલાઈ 2022 શનિવાર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લવ સ્ટોરી ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર લવ સ્ટોરીમાં ગણાય છે. બંનેના લગ્ન ભલે સિક્રેટલી થયા હતા પરંતુ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ.

લગ્નના માત્ર 3 મહિના બાદ જ આલિયા ભટ્ટે પોતાની પ્રેગનેન્સીના સમાચાર પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા અને હવે મળતી માહિતી પ્રમાણે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને જુડવા બાળકો થવાના છે. 

આલિયાના ઘરે આવશે બે મહેમાન

રણબીર કપૂરના ઘરમાં એક નહીં પરંતુ બે-બે નાના મહેમાન આવવાના છે. સોશિયલ મીડિયામાં એવી ખબર વાયરલ થઈ રહી છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટ્વિન્સ બાળકો જન્મે તેવી અપેક્ષા કરી રહ્યા છે. જોકે આ સમાચારની પુષ્ટિ ત્યારે થશે જ્યારે કપલ પોતે આ વિશે જાહેરાત કરશે. રણબીર અને આલિયાના એલાન પહેલા જ ચાહકોએ સેલિબ્રેશન શરૂ કરી દીધુ છે.

સોશિયલ મીડિયા પર શુભકામનાઓનો વરસાદ

સોશિયલ મીડિયા પર આ સમાચારને લઈને યુઝર આલિયા ભટ્ટને ખૂબ શુભકામનાઓ આપી રહ્યા છે. 

વધુ વાંચો:

અવર બેબી કમિંગ સૂન : મમ્મી-ડેડી બની રહ્યાની આલિયા-રણબીરની જાહેરાત



https://ift.tt/tMysOgW

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ