- મુમતાજ મન્સુરી ઉપર આરોપ છે કે, તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વિરૂદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો
નવી દિલ્હી, તા. 18 જુલાઈ 2022, સોમવાર
અલાહાબાદ હાઈકોર્ટે વાણી સ્વાતંત્ર્ય ઉપર ટીપ્પણી કરતી વખતે એક વ્યક્તિની સામે નોંધવામાં આવેલી FIRને રદ્દ કરવાનો ઈનકાર કર્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, વાણી સ્વાતંત્ર્ય કોઈ પણ વ્યક્તિને દેશના નાગરિકોની વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાની અથવા વાંધાજનક ટીપ્પણી કરવાની પરવાનગી કે છૂટ આપતુ નથી. તેમાં પણ ખાસ કરીને જો તે વ્યક્તિ દેશના વડા પ્રધાન, ગૃહમંત્રી અથવા અન્ય કોઈપણ મંત્રી હોય ત્યારે આવી છૂટ આપી શકાય નહીં.
અલાહાબાદ કોર્ટમાં જસ્ટિસ અશ્વિની મિશ્રા અને જસ્ટિશ રાજેન્દ્ર કુમારે મુમતાજ મન્સુરીની અરજી ઉપર ચુકાદો આપ્યો હતો. અલાહાબાદ હાઈકોર્ટે મુમતાજ મન્સુરીની અરજીને અનુલક્ષીને સુનાવણી કરતી વખતે ઉપરોક્ત ટીપ્પણી કરી હતી. મુમતાજ મન્સુરીએ પોતાની સામે નોંધાયેલી FIRને રદ્દ કરવાની વિનંતી કરી હતી. મુમતાજ મન્સુરી ઉપર આરોપ છે કે, તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
આ કેસમાં નોંધાયેલી FIR પ્રમાણે અરજદાર મુમતાજના ફેસબુક આઈડી ઉપરથી પીએમ મોદી, ગૃહમંત્રી તથા અન્ય મંત્રીઓ માટે ખૂબ જ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
https://ift.tt/K6BNtvy from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GoRp9Ne
0 ટિપ્પણીઓ