અમદાવાદ, તા. 19 જુલાઇ 2022, મંગળવાર
હોમ મિનિસ્ટર અમિત શાહના ફોટો ધરપકડ કરાયેલ ઓફિસર પૂજા સિંઘલ સાથે શેર કરવા બદલ ગુજરાત પોલીસે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની અટકાયત કરી છે. ગુજરાત પોલીસે અવિનાશ દાસની મુંબઈથી અટકાયત કરી છે.
ફિલ્મમેકરે ટ્વિટર પર પૂજા સિંઘલ સાથે અમિત શાહની તસવીર પોસ્ટ કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અવિનાશ દાસને આગળની કાર્યવાહી માટે અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ડીપી ચુડાસમાએ જણાવ્યું કે, અમે મંગળવારે અવિનાશ દાસની મુંબઈથી અટકાયત કરી છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે અમારી ટીમ તેમને અમદાવાદ લાવી રહી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મમેકર અવિનાશ દાસ સામે કલમ 469 (છેતરપિંડી) હેઠળ ગુનો નોંધ્યો છે. આ સિવાય આઈટી એક્ટ અને રાષ્ટ્રીય પ્રતીકોના અપમાન સંબંધિત કેસમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. અવિનાશ દાસે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મહિલાની તસવીરો પણ શેર કરી હતી, જેમાં તે તિરંગો પહેરેલી જોવા મળી હતી.
https://ift.tt/Y93LlHf from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iMuIDbn
0 ટિપ્પણીઓ