- ઝુબૈર વિરુદ્ધ IPCની કલમ 298A અને IT એક્ટની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે જેમાં મહત્તમ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે
નવી દિલ્હી, તા. 18 જુલાઈ 2022, સોમવાર
Alt ન્યૂઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝૂબૈર (Mohammed Zubair)ની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. સુ્પરીમ કોર્ટે આજે નિર્દેશ આપ્યો છે કે, મોહમ્મદ ઝૂબેર વિરુદ્ધ યુપીમાં અગાઉથી નોંધવામાં આવેલી FIRમાં આગળ હાલમાં કોઈ એક્શન લેવામાં નહીં આવશે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટ 20 જુલાઈ એટલે કે, બુધવારે સુનાવણી કરશે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એક બાદ એક FIR નોંધાવી એ હેરાન કરનારું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સીતાપુર મામલે જામીન મળ્યા બાદ ત્યારબાદ દિલ્હીમાં જામીન મળ્યા આ દરમિયાન બીજી FIR નોંધવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે ઝૂબેરની અરજી પર નોટિસ જાહેર કરી છે અને યુપી પોલીસ પાસેથી જવાબ માંગ્યો છે.
જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે ઝૂબૈરના વકીલ વૃંદા ગ્રોવરે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચને કહ્યું કે ઝુબૈરને યુપીમાં એક કેસમાં જામીન મળી ગયા છે. જે બાદ ઝુબૈર વિરૂદ્ધ ઘણા કેસ નોંધાયા હતા અને દરેક કેસમાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. સતત ધમકીઓને જોતા ઝુબેરનો જીવ પણ જોખમમાં છે.
એટવોકેટ ગ્રોવરે કહ્યું કે, હાથરસમાં 2, લખમીપુર ખીરીમાં 1, સીતાપુરમાં 1, ગાઝિયાબાદમાં 1 કેસ નોંધાયો છે. સાતાપુર મામલે દિલ્હી કોર્ટમાં પ્રોટેક્શન આપ્યું હતું અને દિલ્હી મામલે પણ જામીન મળી ચૂક્યા છે.
ઝુબૈર વિરુદ્ધ IPCની કલમ 298A અને IT એક્ટની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે જેમાં મહત્તમ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. વકીલે પૂછ્યું છે કે, આમાં SITની તપાસનું શું કારણ છે.
મોહમ્મદ ઝૂબૈરની સુપ્રીમ કોર્ટ પાસે શું માગ
સુપ્રીમ કોર્ટમાં મોહમ્મદ ઝૂબૈરે જે અરજી દાખલ કરી છે તેમાં યુપીમાં નોંધવામાં આવેલા અલગ-અલગ કેસો રદ કરવાની માગ કરી છે. આ ઉપરાંત આગોતરા જામીન પણ માંગવામાં આવ્યા છે. ઝુબેરે યુપીમાં તેની સામે તપાસ કરવા માટે રચાયેલી SITની બંધારણીયતાને પણ પડકારી છે. યુપી સરકારે તાજેતરમાં જ યુપી પોલીસે આઈજીની આગેવાનીમાં SITની રચના કરવાનું એલાન કર્યું હતું. SITની આગેવાની આઈજી પ્રિત ઈંદર સિંહ કરી રહ્યા છે જ્યારે ડીઆઈજી અમિત કુમાર વર્મા પણ તેમાં સામેલ છે.
https://ift.tt/dqAYZjK from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LBbAvNC
0 ટિપ્પણીઓ