સુરત: શુક્રવારે વહેલી સવારે ખજોદના કુઈ ફળીયામાં દીપડો દેખાયો

સુરત,તા.16 જુલાઈ 2022,શનિવાર

શુક્રવારે વહેલી સવારે ખજોદ ગામના કુઈ ફળિયામાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. એક સ્થાનિકે ૧૦ સેકન્ડનો વીડિયો લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ગ્રામજનોએ વનવિભાગને જાણ કરતા પાંજરું મૂકવાની દિશામાં તજવીજ શરૂ કરાઈ છે. 

સુરતના ખજોદ ગામમાં વહેલી સવારે દીપડો શિકારની શોધમાં દેખાતા ગ્રામજનોમાં ફફડાટ સર્જાયો છે. 

શુક્રવારે સવારે 5.30 વાગ્યાના અરસામાં કુઈ ફળિયાના એક મકાન નજીક કારની પાછળ શિકારની શોધમાં દીપડો જોવા મળતા સ્થાનિકે વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો. ગ્રામજનોએ તાત્કાલિક ભેગા થઈ હથિયારો લઈ ગામ પાછળના ખેતરોમાં દીપડાની શોધ કરી હતી. પરંતુ તે મળ્યો નહોતો. જો કે ખેતરોમાં ઠેરઠેર દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હતા. ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ગ્રામજનો ગભરાઈ ગયા છે. તેથી તાત્કાલિક ગામમાં પાંજરું મુકી દીપડાને પકડી લેવા વિનંતી કરાઈ છે. ઉલ્લખનીય છે કે ખજોદ ગામની બાજુમાં જ સુરતના હીરાઉદ્યોગકારોનો અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સ આવેલું છે.



https://ift.tt/MygJ1s5 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IJo7Nrw

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ