Jubin Nautiyal Birthday : સુરીલા ગીતોના સુપરસ્ટાર જુબિનને રિયાલિટી શોમાં રિજેક્ટ કરવામાં આવ્યા હતા અને આજે......


-  AR રહેમાને જુબિનને સલાહ આપી હતી કે બોલિવુડમાં આવતા પહેલા તેણે સંગીતનો વધુ અભ્યાસ કરવો જોઈએ

મુંબઈ, તા. 14 જૂન 2022, મંગળવાર

સિંગર જુબિન નૌટિયાલ આજે પોતાનો 33મો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. તેમણે બોલિવુડમાં એક પછી એક અનેક સુપરહિટ ગીતો આપ્યા છે. જુબિન નૌટિયાલનો અવાજ આટલો સરસ હોવા છતાં પણ તેઓ આજે જ્યાં છે, ત્યાં સુધી પહોંચવામાં તેમને ઘણો સમય લાગ્યો હતો. 'લુટ ગયે', 'મસ્ત નજરો સે', 'તુમ હી આના', 'રાતા લંબિયા', 'દિલ લૌટા દો' અને 'કિન્ના સોના' જેવા સુપરહિટ ગીતોને અવાજ આપનાર જુબિનને એક સમયે રિયાલિટી શોમાંથી રિજેક્ટ કરવામાં આવ્યા હતા.


સોનૂએ જુબિનના અવાજને રીજેક્ટ કર્યો હતો

જુબિન નૌટિયાલ વર્ષ 2011માં રિયાલીટી શો 'X Factor India'માં ઓડિશન આપવા આવ્યા હતા. તે સમયે સોનું નિગમ, સંજય લીલા ભણસાલી અને શ્રેયા ઘોષાલ આ શોને જજ કરી રહ્યા હતા. ઓડિશન રાઉન્ડ બાદ સોનુ નિગમે અને સંજય લીલા ભણસાલીએ જુબિનના અવાજને રિજેક્ટ કરી દીધો હતો પરંતુ શ્રેયા ઈચ્છતી હતી કે તે શોમાં આવે.

AR રહેમાનની સલાહે બદલી કિસ્મત : 

શ્રેયાના કહેવાથી જુબિન શોમાં તો આવી ગયા પરંતુ કેટલાક એપિસોડ બાદ તેમને એલિમેનેટ કરી દેવામાં આવ્યા હતા. જો કે જુબિને આ રિજેક્શન બાદ પણ  હાર્યા વગર પ્રયત્નો ચાલું રાખ્યા હતા. બહુ ઓછા લોકોને ખબર છે કે જુબિન મુંબઈ આવ્યા બાદ એ.આર.રહેમાનને મળ્યા હતા. રહેમાને તેમને સલાહ આપી હતી કે, બોલિવુડમાં આવતા પહેલા તેણે સંગીતનો વધુ અભ્યાસ કરવો જોઈએ. 


જુબિનને રિજેક્ટ કરનારો શો બંધ થઈ ગયો છે 

જુબિને પોતાના ગુરુની આ સલાહને ખૂબ જ ગંભીરતાથી લીધી અને ટ્રેનિંગમાં લાગી ગયા હતા. તેમણે અનેક દિગ્ગજો સાથે સંગીત શીખ્યુ અને અનેક ભાષાઓ ઉપર નિપુણતા મેળવી હતી. ત્યારબાદ જુબિને સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં પહેલું ગીત ગાઈને બધાને ચોંકાવી દીધા હતા. તેમજ તેઓ રીયાલીટી શો 'ઈન્ડિયન આઈડલ'માં ગેસ્ટ તરીકે પહોચ્યા હતા.  જુબિનને રિજેક્ટ કરનારા શો વિશે વાત કરીએ તો તે પહેલી સિઝન બાદ બંધ થઈ ગયો હતો.




https://ift.tt/hmEbqYV

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ