- ઓરિજનલને બદલે રિક્રિએટ કરાતાં ગીતોની પણ ટીકા
- લોકોએ કહ્યું, આવાં જ કારણોસર હવે પ્રેક્ષકો સાઉથની ફિલ્મો તરફ વળી ગયા છે
મુંબઇ : કરણ જોહરની આગામી ફિલ્મ જુગ જુગ જિયો નું ગીત દુપટ્ટા દુપટ્ટા રિલીઝ કરવામાં આવ્યું છે. પરંતુ આ ગીતમાં શરૂઆતથી અંત સુધી દુપટ્ટો જોવા મળતો નથી. પરિણામે સોશ્યલ મીડિયા પર કરણને ભારે ટ્રોલ કરાયો છે.
દુપટ્ટા ગીત રિલીઝ થયું એ પહેલા ફિલ્મના બે ગીત નાચ પંજાબન અને રંગી સારી ગીતો રિલીઝ થઇ ગયા છે. આ બન્ને ગીતો પણ રીમિક્સ રિક્રિએટેડ છે. તેની પણ ભારે ટીકા થઈ રહી છે. યૂઝર્સ કહી રહ્યા છે કે કરણ જોહરની ફિલ્મની વાર્તા, સોંગ કશામાં પણ ઓરિજનાલિટીની આશા રાખવી નકામી છે. ઉલ્લેખનીય છે કે નાચ પંજાબન ગીત પાકિસ્તાનના એક સિંગરના ગીતની ઉઠાંતરી હોવાનો આક્ષેપ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત આ ફિલ્મની કથામાં પણ ઉઠાંતરીના આક્ષેપો થયા છે.
કરણે હાલમાં ટ્વિટર હેન્ડલ પર દુપટ્ટા ગીતનો વીડિયો શેર કર્યો હતો. કરણે દુપટ્ટા સોન્ગનો વીડિયો શેર કરતાં જ લોકોનું ધ્યાન ગયું છે કે, ગીતમાં એક પણ દુપટ્ટો જોવા મળતો નથી.
કેટલાય લોકોએ આ ગીતમાં ક્યાંય દુપટ્ટો તો દેખાતો જ નથી તેમ કહી આકરી ઝાટકણી કાઢી હતી. બોલિવુડ આ રીતે પ્રક્ષકોને બેવકૂફ સમજે છે પરંતુ આવાં જ કારણોસર લોકોસાઉથની ફિલ્મો તરફ વળી ગયા છે.
લોકોએ લખ્યું હતું કે હવે ફિલ્મની સિચ્યુએશન કે ફિલ્માંકનને ધ્યાનમાં રાખીને ગીતો લખાતાં નથી પરંતુ મ્યુઝિક બેન્કમાંથી તૈયાર ટ્રેક ઉઠાવી શબ્દો ફિટ કરી દેવાય છે. તેને કારણે આવાં ચિત્રવિચિત્ર ગીતો બની રહ્યાં છે. ગીતમાંથી મર્મ અને કવિતા તો ખોવાઈ જ ગયાં છે પરંતુ ફિલ્માંકનની રીતે પણ કોઈ ઊંડાણ જોવા મળતું નથી.
https://ift.tt/fA9H7sy
0 ટિપ્પણીઓ