Rashid Khan Eid Celebration: ગુજરાત ટાઈટન્સ કરી ઈદની ઉજવણી, રાશિદ ખાને ખાસ અફઘાની વાનગી બનાવી

મુંબઈ, તા. 03 મે  2022, મંગળવાર

દેશમાં આજે ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ઈદની ધૂમધામ જોવા મળી છે. ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ ઈદની ઉજવણી કરી રહ્યા છે. ટીમના વાઈસ કેપ્ટન રાશિદ ખાન સાથે અન્ય ખેલાડીઓએ ઈદ પર ખાસ ફૂડની મજા માણી હતી.

ખાસ વાત એ છે કે, આ પ્રસંગે રાશિદ ખાને પોતે ખાસ અફઘાની વાનગી બનાવી હતી. રાશિદે હોટલના રસોડામાં એક ખાસ વાનગી બનાવી અને સાથી ખેલાડીઓને પણ ખવડાવી હતી.

રાશિદ ખાન ઈદના અવસર ખાસ અંદાજમાં શેરવાની પહેરીને જોવા મળ્યો હતો. રાશિદ ખાને ઈદના અવસરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રીલ શેર કરી છે. ગુજરાત ટાઈટન્સના વાઈસ-કેપ્ટન રાશિદ ખાન અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી.

તમને જણાવી દઈએ કે, રાશિદ ખાન સાથે અન્ય ઘણા ખેલાડીઓ રોજા રાખીને IPL રમી રહ્યા હતા. બબલ જીવનની વચ્ચે ઉપવાસ કરતા ખેલાડીઓ માટે રમવું બિલકુલ સરળ નથી. આ ટુર્નામેન્ટમાં ગુજરાત ટાઈટન્સ ખૂબ સારૂ પ્રદર્શન કરી રહી છે. 

ગુજરાતે અત્યાર સુધીમાં 9 મેચ રમી છે જેમાંથી તેણે 8માં જીત મેળવી છે અને માત્ર એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. મંગળવારે એટલે કે આજે ગુજરાત ટાઈટન્સનો પંજાબ કિંગ્સન સામે મુકાબલો

 છે. જો ગુજરાત અહીં મેચ જીતશે તો તેનું પ્લેઓફમાં પહોંચવાનું નિશ્ચિત બની જશે.




https://ift.tt/03gkvaw from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cO8puMo

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ