રિંકુ સિંહ: અલીગઢમાં પોતુ કરવાની નોકરીથી લઈને IPLમાં પહોંચવા સુધીની સફર


નવી દિલ્હી, તા. 03 મે 2022 મંગળવાર

24 વર્ષીય રિંકુ સિંહની સફળતા દર્શાવે છે કે જો આપણા ઈરાદા પાક્કા હોય અને આત્મવિશ્વાસ બુલંદ હોય તો આકાશની પણ આંબી શકાય છે. રિંકુ સિંહની સમગ્ર કહાની સાંભળીને આપને એવુ જ લાગશે પરંતુ પહેલા વાત સોમવારે રમાયેલી મેચની. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ સામે રિંકુ સિંહ જ્યારે બેટિંગ કરવા માટે ઉતર્યા તો તેમની ટીમની સામે 44 બોલ પર 61 રન બનાવવાનો પડકાર હતો.

આ પડકાર મુશ્કેલ નહોતો પરંતુ પિચ પર બોલ ફરીને આવી રહ્યો હતો. બેટિંગ કરવુ સરળ નહોતુ અને રિંકુ સિંહની આ સિઝન આઈપીએલમાં ત્રીજી મેચ હતી પરંતુ ડાબા હાથના ઝડપી બોલર ટ્રેંડ બોલ્ટની પહેલા બોલ પર બાઉન્ડ્રી જમાવીને રિંકુ સિંહે પોતાના ઈરાદા વ્યક્ત કરી દીધા હતા. તેમની સાથે ત્યારે બીજા અંત પર નીતીશ રાણા 31 રન બનાવીને રમી રહ્યા હતા પરંતુ અહીંથી રાણા સહયોગી ભૂમિકામાં આવી ગયા અને રિંકુ સિંહે આ અવસરને પોતાના જીવનને બદલવાની તકમાં બદલી દીધુ.

પોતાની ઝડપી ગતિથી ખાસા પ્રભાવિત કરનારા કુલદીપ સેનના બોલ પર પેડલ ફ્લિક કરીને લગાવેલી સિક્સર હોય કે પછી યુઝવેન્દ્ર ચહલની સતત બે બોલ પર બાઉન્ડ્રી, રિંકુ સિંહે સુનીલ ગાવસ્કર સહિત તમામ કમેંટેટરોને પોતાના દીવાના બનાવી દીધા.

રાણા-રિંકુની ભાગીદારી

પાંચ બોલ પહેલા કલકત્તાને મેચ ભલે નીતીશ રાણાના સિક્સરથી જીતી હોય પરંતુ ક્રિકેટ ફેન્સનુ દિલ રિંકુ સિંહે જીત્યુ. તેમણે માત્ર 23 બોલ પર 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદની 43 રન કર્યા. કલકત્તાની ટીમમાં રિંકુ સિંહની નિતીશ રાણા જ સૌથી નજીક છે અને આનો ફાયદો તેમને આ ઈનિંગમાં ખૂબ મળ્યો. મેચ બાદ રિંકુ સિંહે કહ્યુ પણ ભાઈ મને સતત કહેતા રહ્યા કે રોકાઈને મેચ ફિનિશ કરીએ.

આઈપીએલ પ્રસારક સ્ટાર સ્પોર્ટ્સ પર સુનીલ ગાવસ્કરે તેમના શોટ્સથી લઈને દબાણના પળ પર નિયંત્રણ રાખવાની આવડતની ખૂબ પ્રશંસા કરી. કલકત્તાના કેપ્ટન શ્રેયસ અય્યરે રિંકુ સિંહ વિશે જણાવ્યુ, તેમણે દબાણના પળમાં શાનદાર રમત બતાવી. નિશ્ચિત રીતે તેઓ ભવિષ્યના સ્ટાર છે. પહેલી મેચથી જ લાગ્યુ નહીં કે તે ન્યૂ કમર છે

સામાન્ય યુવકથી સ્ટાર બનવાની કહાની

રિંકુ સિંહની કહાની સમાજના તે તબક્કાના યુવાનની છે, જેણે માપી લીધુ હતુ કે કોઈ એક વસ્તુથી નસીબ બદલી શકાય છે, રિંકુ સિંહને પણ નાની ઉંમરમાં ખબર પડી ગઈ હતી કે ક્રિકેટ જ તેમનુ નસીબ બદલી શકે છે.

અલીગઢમાં એક ગેસ વેન્ડરના પાંચ પુત્રમાંના એક રિંકુ સિંહને સ્કુલના દિવસોથી જ ક્રિકેટ રમવામાં મજા આવવા લાગી હતી પરંતુ પરિસ્થિતિ અલગ હતી. કલકત્તા નાઈટરાઈડર્સની વેબસાઈડ પર હાજર તેમના એક વીડિયો અનુસાર પિતા બિલકુલ નહોતા ઈચ્છતા કે હુ રમતમાં સમય બરબાર કરુ. તો ખૂબ માર પણ પડ્યો. તેઓ ડંડો લઈને રાહ જોતા કે હુ ક્યારે ઘર પહોંચુ. પરંતુ ભાઈઓએ સાથ આપ્યો અને દરેક વખતે ક્રિકેટ રમતો હતો. બોલ ખરીદવા સુધીના રૂપિયા નહોતા પરંતુ આ દરમિયાન ઘણા લોકોએ મદદ પણ કરી.

એક ટુર્નામેન્ટ એવી પણ આવી જ્યારે રિંકુ સિંહને શાનદાર પ્રદર્શન કરવા માટે ઈનામ તરીકે બાઈક મળ્યુ. દિકરાએ પિતાને તે બાઈક ગિફ્ટમાં આપી દીધુ.

પિતાને પણ લાગ્યુ કે અલીગઢના વેપારીઓના ઘરે અને કોઠીઓમાં ગેસ સિલિન્ડર પહોંચાડવાના વર્ષોના કામમાં તે જે બાઈક ખરીદી ના શક્યા, તે દીકરાની ક્રિકેટે લાવી દીધુ. માર પડવાનુ તો બંધ થઈ ગયુ પરંતુ પરિવારની સામે આર્થિક પડકારો હતા.

આવી જ રીતે કામની તપાસમાં રિંકુ સિંહને કામ મળ્યુ. તેમણે જણાવ્યુ મને પોતુ કરવાની નોકરી મળી. એક કોચિંગ સેન્ટરમાં મારે પોતુ કરવાનુ હતુ. તેમણે કહ્યુ હતુ કે સવારે આવીને અમારુ કામ કરી જાઓ. ભાઈએ જ નોકરી અપાવી હતી પરંતુ હુ ના કરી શક્યો. નોકરી છોડી દીધી. સારુ લાગ્યુ નહીં. અભ્યાસ પણ મારી સાથે નહોતો. મને ત્યારે લાગ્યુ કે ક્રિકેટ પર જ ફોકસ કરવો જોઈએ. મને લાગ્યુ કે ક્રિકેટ જ મને આગળ લઈ જઈ શકે છે. મારી પાસે કોઈ અન્ય વિકલ્પ જ નહોતો.

ત્રણ મુસલમાન પાસેથી મળી મદદ

પરંતુ અહીંથી ક્રિકેટનો માર્ગ ખુલ્યો નહીં. રિંકુ સિંહને ખબર નહોતી કે અંડર-16 ટ્રાયલમાં શુ કરવુ જોઈએ. બે વાર તેમને પહેલા રાઉન્ડમાં હાર મળી. આ દરમિયાન અલીગઢના મોહમ્મદ જીશાને તેમની મદદ કરી. રિંકુ સિંહને અલીગઢથી નીકળીને આઈપીએલ ક્રિકેટર બનવાના સફરમાં ત્રણ મુસલમાનોનુ મોટુ યોગદાન રહ્યુ છે.

રિંકુ સિંહના શરૂઆતી દિવસથી અલગઢમાં મસૂદ અમીનની કોચિંગ મળી અને તે આજે પણ તેમના કોચ છે જ્યારે મોહમ્મદ જીશાનથી મળેલી મદદ પર રિંકુ સિંહ કહે છે કે તેમની મદદ અને માર્ગદર્શનનુ મહત્વનુ યોગદાન રહ્યુ.

ત્રીજા વ્યક્તિ શાહરુખ ખાન છે જેમની કોલકતા નાઈટરાઈડર્સએ 2018માં તેમને આઈપીએલ માટે 80 લાખ રૂપિયામાં કરાર કર્યા, તે પણ ત્યારે જ્યારે રિંકુ સિંહને કોઈ ઓળખતુ નહોતુ જોકે ઉત્તર પ્રદેશ તરફથી ઘરેલૂ ક્રિકેટમાં તેમનુ પ્રદર્શન નિખરવા લાગ્યુ હતુ. 

રિંકુ સિંહના કહેવા પ્રમાણે હું અલીગઢથી IPL પહોંચનારો પ્રથમ ખેલાડી બન્યો. મને એટલા રૂપિયા મળ્યા હતા કે પરિવારમાં કોઈએ ક્યારેય જોયા નહોતા. ઘરની બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ. જમીન લીધી અને ઘર બનાવ્યુ, દેવુ હતુ તે ચૂકવ્યું

આ બધુ થયુ પણ ખરો ચમત્કાર હજુ થવાનો હતો. તેણે આઈપીએલમાં પોતાની રમતથી લોકોને ચોંકાવી દીધા હતા પરંતુ સિઝન તેની રાહ જોઈ રહી હતી. તેઓ બહાર જતા રહ્યા હતા અને રિંકુ તેમને જે તકો મળી રહી હતી તેમાં વધારે કરી શક્યા નહોતા.

પરંતુ લાગે છે કે હવે રિંકુ સિંહ આવો જ ચમત્કાર કરવા માટે તૈયાર છે. ડાબા હાથનો બેટ્સમેન અને જમણો હાથ ઓફ બ્રેક બોલર રિંકુ સપનું ભારત માટે એક દિવસ ક્રિકેટ રમવાનું છે, પરંતુ આ માટે તેણે IPL અને ડોમેસ્ટિક ક્રિકેટની પોતાની ઉપયોગી ઇનિંગ્સને વિસ્ફોટક ઇનિંગ્સમાં કન્વર્ટ કરવુ પડશે.

રિંકુ સિંહ 2016થી ઉત્તર પ્રદેશ માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ભાગ લઈ રહ્યા છે અને તેમણે પાંચ સદી અને 16 અડધી સદીની મદદથી અત્યાર સુધીમાં 2307 રન બનાવ્યા છે.



https://ift.tt/AUnKraD from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Qk4oPch

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ