સી.આર. પાટીલના નેતૃત્વમાં ગુંડાગર્દીનું અભિયાન ભાજપના લોકોએ આખા ગુજરાતમાં શરૂ કર્યું છે : ઈટાલીયા


- આમ આદમી પાર્ટી થી  ડરીને ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે

- કાર્યાલય પર પહોંચે તે પહેલા ભાજપના કાર્યાલય પર 40 જેટલા ગુંડાઓ, લુખ્ખા તત્વો, લફંગા પહેલાંથી જ હાજર હતા. આ તમામ ગુંડાઓ પુરી હિંસા કરવાની તૈયારી કરવા માટે ત્યાં હતા  

સુરત,તા. 3 મે 2022,મંગળવાર

સુરત ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન વખતે આપ ના નેતાઓ ને માર મારવાની ઘટના બાદ આજે આપે  પત્રકાર પરિષદ કરી હતી તેમાં ભાજપના કાર્યકરો દ્વારા આપ ના નેતાઓ ને માર મારવામા આવ્યો હતો તેના ફોટા જાહેર કરીને તેમના પર નામ જોગ ફરિયાદ દાખલ કરવાની માગણી કરી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, ભાજપ અમારાથી ડરી ગઈ છે તેથી ગુંડા ગર્દી પર ઉતરી આવી છે. સી.આર. પાટીલના નેતૃત્વમાં ગુંડાગર્દીનું અભિયાન ભાજપના લોકોએ આખા ગુજરાતમાં શરૂ કર્યું છે. પરંતુ અમે ભાજપના ગુંડાઓ થી ડરતા નથી અમે કેજરીવાલ ના સૈનિકો છે અને સામનો કરીશું તેમ કહેવાયું હતું.

સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધતા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું, સુરતની જનતા અધિકાર માટે લડતાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સુરત પાલિકાના માર્શલ બેફામ માર માર્યો હતો. મહિલાઓના કપડા ફાડીને નિર્લજ્જ રીતે માર્શલ દ્વારા મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. એક કોર્પોરેટર નું ગળું દબાવીને જાનથી મારી નાંખવાની કોશિશ કરી હતી. એટલી હદે સત્તાનો ઘમંડ અને આટલી દાદાગીરી ભાજપની જોઈ અને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે આ નિર્લજ્જ હુમલાના વિરોધમાં અમે ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરીશું કે આટલી દાદાગીરી શા માટે કરો છો? આવી રજૂઆત  કરવા ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે ગયા હતા.

કાર્યાલય પર પહોંચે તે પહેલા ભાજપના કાર્યાલય પર 40 જેટલા ગુંડાઓ, લુખ્ખા તત્વો, લફંગા પહેલાંથી જ હાજર હતા. આ તમામ ગુંડાઓ પુરી હિંસા કરવાની તૈયારી કરવા માટે ત્યાં હતા.  લોકશાહીમાં નીતિગત રીતે વિરોધ કરવાનું કામ વિરોધ પક્ષના હોય છે ભાજપે પણ એક જમાનામાં તમામ પ્રકારના વિરોધ કર્યો હતો.

જો કોઈના કાર્યાલય પર કોઈ વિરોધ કરવા માટે જાય તો તમારે ગુંડાગીરી કરવી તે ભૂતકાળમાં કોઈ પક્ષ કે કોઈ સરકારમાં જોવા મળ્યું નથી. પણ સત્તાના નેતાઓ ભાજપા ગુંડા, લફંગા બેફામ બન્યા છે અને ગઈકાલે અમારા કાર્યકરો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બધી જ  પ્રક્રિયા ગુજરાતના લોકોએ જોઈ છે. તેમ છતાં અમારા પર  ખોટી ફરિયાદ  દાખલ કરી  અમને જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં અમે ઝુક્યા નથી અમે કમજોર પડ્યા નથી. અમે પોલીસને રજૂઆત કરવામાં આવી કે અમારા કાર્યકરો પર જીવલેણ હુમલો કર્યો તેના પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. પરંતુ પોલીસે ભાજપના ગુંડાઓ પર કોઈ પ્રકારની ફરિયાદ દાખલ કરી નથી. ત્યારબાદ અમે સુરત પોલીસ કમિશ્નરને મળ્યા બાદ ભાજપના ગુંડા અને લફંગા પર ફરિયાદ દાખલ થઈ છે પરંતુ  નામ  જોગ ફરિયાદ હજી પણ દાખલ કરવામાં આવી નથી. 

અમારા કોર્પોરેટરો પર અનેક વખત ફરિયાદ દાખલ કરવામાં આવે છે પરંતુ ભાજપના ગુડા સામે કોઈ નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પોલીસને વીડિયોમાં ચહેરા ચોખ્ખા દેખાતા હોવા છતાં પણ નામ જોગ ફરિયાદ દાખલ કરી નથી અને અજાણ્યા વિરૃધ્ધ ફરિયાદ દાખલ કરી છે. પરંતુ અમે વીડિયોના આધારે નામ જાહેર કરીએ છીએ તેમાં એક છે સુભાષ નાવડીયા, નામનો ગુંડો લફંગો મારામારી કરવામાં સામેલ હતો. આ ઉપરાંત દિનેશ કાત્રોડિયા, ભાવિન ટોપીવાલા, પ્રવીણ પાટીલ સહિતના અનેક ભાજપના ગુંડાઓ મારામારી કરતાં હતા. અને બચાવ કરવા એવું કહેતા હતા કે આપ ના કાર્યકરો અમારા કાર્યાલય પર હુમલો કરવા આવ્યા હતા. જો તમારા કાર્યાલય પર હુમલો કરવા આવે તો તમને તમારી સરકારની પોલીસ પર ભરોસો નથી?  ભાજપે ગુંડાગીરી કરવાની જરૂર ન હતી પોલીસને કાર્યાલય સોંપી દેવું હતું,

પરંતુ હવે સાફ થઈ ગયું છે કે ભાજપ ગુંડા અને લફંગા ની પાર્ટી છે જ્યારે મ આદમી પાર્ટી ભણેલા, ગણેલા અને શિક્ષિત યુવાની પાર્ટી છે. તેથી આપ થી  ડરીને ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે અને બેફામ માર મરાયો છે. અને નામ જોગ કેસ કરવાના છે. તેની  સાથે પાલિકાના માર્શલ પર પણ અમે કેસ કરીશું.

હાલમાં ભાજપ આમ આદમી પાર્ટી થી ડરી ગઈ છે અને સી.આર. પાટીલના નેતૃત્વમાં ગુંડાગર્દી નું અભિયાન ભાજપના લોકોએ આખા ગુજરાતમાં શરૂ કર્યું છે. પરંતુ અમે ભાજપના ગુંડાઓ થી ડરતા નથી અમે કેજરીવાલ ના સૈનિકો છે અમે દરેક લડાઈ નો જવાબ શાંતિપૂર્ણ રીતે અને કાનૂની રીતે મજબૂતાઈથી આપીશું. આ ઉપરાંત પોલીસને વિનંતી કરીએ છીએ કે ભાજપના આ ગુંડાઓને તાત્કાલિક પકડીને તેને સજા કરવામાં આવે તે જરૂરી છે. 



https://ift.tt/tqurc3J from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MbIcZea

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ