અમદાવાદ, સોમવાર
શહેરની આનંદનગર વિસ્તારમાં રહેતા વકીલે આનંદનગર ૧૦૦ ફુટ રોડ પર આવેલા ટાઇટેનીયમ સેન્ટરમાં આવેલા શ્રીજી હોલીડેઝના સંચાલક વિરૂદ્વ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ટુર ઓપરેટરે વકીલના સમાજના ૧૦૯ લોકોને સસ્તા પેકેજમાં જગન્નાથપુરી અને ગંગાનગરના પ્રવાસની ઓફર આપીને રૂ.૩.૬૭ લાખની ઉઘરાવીને ઓફિસને તાળા મારીને પલાયન થઇ ગયો હતો. ટુર સંચાલકે અનેક લોકો પાસેથી ટુર પેકેજના નામે એડવાન્સમાં લાખો રૂપિયા લઇને આ છેતરપિંડી આચરી હતી.સેટેલાઇટ આનંદનગર ચાર રસ્તા પાસે આવેલા અગ્રવાલ ટાવરમાં રહેતા ૭૭ વર્ષીય મનુભાઇ મોદી મિર્ઝાપુર કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટીશ કરે છે. તેમજ તેમના સમાજના એક ટ્રસ્ટમાં ટ્રસ્ટી પણ છે. ગત ઓગસ્ટ ૨૦૨૨માં તેમણે એક અખબારમાં શ્રીજી હોલી ડે ની જાહેરાત જોઇ હતી. જેથી તેમણે ટાઇટેનીયમ કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાં જઇને ટુર સંચાલક ચેતન શાહનો સંપર્ક કરીને ભુવનેશ્વર કોણાર્ક ,મંદિર જવાનું પેકેજ બુક કરાવ્યું હતું. જે બાદ તેમણે તેમની જ્ઞાાતિના લોકોને જગન્નાથપુરી અને ગંગાનગર લઇ જવાનું આયોજન કર્યું હતું.જે માટે ચેતનશાહે ૭૫૦૧ની રકમ પર એક હજારનું ડીસ્કાઉન્ટ આપ્યું હતું. બાદમાં ૧૦૯ લોકો દીઠ ૬૫૦૧ની રકમ પૈકી કુલ ૩.૭૬ લાખ એડવાન્સમાં લીધા હતા.જ્યારે બાકીના નાણાં પ્રવાસના સાત દિવસ પહેલા ચુકતે કરી આપવાનું કહ્યું હતુ. જે બાદ તેણે મનુભાઇને રેલવેની ટિકીટ પણ આપી હતી. જો કે ત્યારબાદ ચેતન શાહનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો અને ઓફિસ પર જઇને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ચેતન શાહ ટુર પેકેજના નામે છેતરપિંડી કરીને લાખો રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો. તેણે મનુભાઇને આપેલી ટ્રેનની ટિકીટ પણ કેન્સલ કરાવીને રિફન્ડ મેળવી લીધું હતું. આ અંગે આનંદનદગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
https://ift.tt/tC7S6uR
0 ટિપ્પણીઓ