હિન્દુ વિરોધી અને પૂર્વગ્રહયુક્ત મમતા પર કેન્દ્રના મંત્રી અનુરાગ ઠાકુરના ઉગ્ર પ્રહારો


પ.બંગાળમાં ''રામભક્તો'' પર હુમલા થાય છે

''હાવરામાં રામનવમી શોભા-યાત્રા ઉપર પથ્થરો ફેંકાયા, બોમ્બ ફેંકાયા, લાઠીઓ વિંઝાણી છતાં મુખ્યમંત્રી મુક પ્રેક્ષક બની રહ્યા''

નવી દિલ્હી: કેન્દ્રના મંત્રી અનુરાગ ઠાકુરે આજે રવિવારે ખુલ્લો આક્ષેપ કરતા કહ્યું હતું કે મમતા બેનર્જીના રાજયો, પશ્ચિમ બંગાળમાં રામ-ભક્તો ઉપર ખુલ્લેઆમ હુમલા થાય છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જી તમાશો મુક-પ્રેક્ષક બની જોઈ રહ્યા છે.

શુક્રવારે હાવરામાં ભગવાન શ્રી રામની મૂર્તિની ''વિસર્જન-શોભા-યાત્રા'' દરમ્યાન રામભક્તો ઉપર પથ્થરો અને ઈંટાળા ફેંકાયા હતા. લાઠીઓ વિંઝાણી હતી છતાં રાજ્યનાં મુખ્ય-મંત્રી મમતા બેનર્જી મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા હતા. તેમ કહેતા ઠાકુરે આક્ષેપ કર્યો હતો કે આટલું જ નહીં પરંતુ રામ-ભક્તો ઉપર વાંરવાર હુમલાઓ થાય છે, છતાં તે નિવારવા કોઈ પગલાં લેવાતા નથી.

ઉલ્લેખનીય છે કે હાવરામાં રામજન્મ દિન પણ ભગવાન શ્રીરામની મૂર્તિ-વિસર્જનની શોભા-યાત્રા ઉપર કેટલાંએ અસામાજીક તત્વોે પથ્થરબાજી કરી હતી. બોમ્બો ફેંક્યા આ અને લાઠીઓ સાથે રામ-ભક્તો ઉપર તુટી પડયા હતા.

મુખ્યમંત્રી તરીકેની ફરજના ભાગરૂપે મમતા બેનર્જીએ કહ્યું જ હતું કે અરાજકતા ફેલાવનાર કોઈને પણ માફ કરવામાં નહીં આવે. બીજી તરફ પૂર્વ બર્દવલ જીલ્લામાં શક્તિગઢમાં ભાજપના કાર્યકર રાજુ ઝાને ગોળી મારી ઠાર કરવામાં આવ્યા હતા.!

એક તરફ હાવરામાં ભગવાન શ્રીરામની મૂર્તિ વિસર્જન સમયે રામભક્તો ઉપર પથ્થરો ફેંકાયા, બોમ્બ ફેંકાયા, બારીઓ વિંઝાળી તો બીજીતરફ ભાજપ કાર્યકર રાજુ ઝામી હાર થઈ. આથી પોતાનો આક્રોશ ઠાલવતા અનુરાઘ ઠાકુરે મમતા બેનર્જીને હિન્દુ-વિરોધી અને સૂર્યગ્રહ યુક્ત કહ્યા હતા.  



https://ift.tt/NRfBsE7 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Eepqj07

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ