- એઈમ્સે આપેલી ચેતવણી : ભારતમાં કેસો વધી રહ્યા છે
- દર ચાર મિનિટે સ્ટ્રોકથી એક મૃત્યુ નોંધાય છે, સ્ટ્રોકની ઝપટમાં યુવાનોથી શરૂ કરી 50થી ઓછી વયના લોકો આવી જાય છે
નવી દિલ્હી : દેશમાં દર સેકન્ડે એકને બ્રેન સ્ટ્રોક થાય છે. દર ચાર મિનિટે એકનું તેથી મૃત્યુ થાય છે. બ્રેન સ્ટ્રોકની ઝપટમાં સૌથી વધુ યુવાનો અને ૫૦ વર્ષથી ઓછી વયની વ્યક્તિઓ ખાસ કરી પુરૂષો આવી જાય છે. દેશમાં દર વર્ષે આશરે ૧ લાખ ૮૫ હજાર બ્રેન સ્ટ્રોકના કેસો બને છે તેમ એઈમ્સનાં રીસર્ચમાં જાણવા મળ્યું છે. આ માટેનો એક ઉપાય આપવાનો છે જેઓ ૫૦૦ ડગલાંથી વધુ ચાલે છે તેમને બ્રેન સ્ટ્રોકનો ખતરો ૧૪ ટકા ઓછો હોય છે.
એઈમ્સનાં સંશોધનમાં તેમ પણ જણાવાયું છે કે દુનિયામાં લગભગ તમામ દેશોમાં વિશેષત: અગ્રીમ દેશોમાં બ્રેન સ્ટ્રોક, હાર્ટએટેક અને હાઈ બીપીના કેસો વધતા જ જાય છે. ભારતમાં તેનું પ્રમાણ ઘણું ઊંચું છે.
આનું નિવારણ કરવાના પણ એઈમ્સે માર્ગો સૂચવ્યા છે. તેમાં (૧) આરોગ્યપ્રદ ભોજન, (૨) નિયમિત થોડી શારીરિક કસરત, (૩) થોડું વજન, (૪) ઓછી ખાંડ, (૫) ઓછું મીઠું, (૬) આલ્કોહોલ પર કંટ્રોલ, (૭) તમાકુ, સ્મોકીંગ બંધ, (૮) મેડીટેશન.
ડીપ્રેશન-હતાશાનાં કારણો આપતાં એઈમ્સ જણાવે છે કે તે માટે (૧) જીવનમાં આવેલું પરિવર્તન, (૨) આર્થિક મુશ્કેલી, (૩) અકસ્માત, (૪) હાર્મોન્સ પ્રોબ્લેમ, (૫) થાઈરોઈડમાં તકલીફ, (૫) અતિશય ઠંડી.
આ માટે એઈમ્સના સંશોધકો કહે છે કે સતત આનંદમાં રહેતા તો હાર્ટ એટેકનો ભય ૩૯ ટકા ઓછો થાય છે. કાર્યક્ષમતામાં ૭૨ ટકા વધારો થાય છે. ઈમ્યુનિટિ ૫૨ ટકા વધે છે. ઉંમર ૮ વર્ષ વધી જાય છે. તે બધા સાથે થોડો વ્યાયામ, ચાલવાની ટેવ, યોગના આસનો, જેવા કે 'વૃક્ષાસન', 'મયૂરાસન', 'સર્વાસન' તથા સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. પરંતુ તે આસનો કોઈ જાણકાર પાસેથી શીખવા તેમ પણ એઈમ્સે કહ્યું છે.
https://ift.tt/fyDCKOB from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vOln5hJ
0 ટિપ્પણીઓ