- આણંદ જિલ્લા પંચાયત હસ્તકની શાળામાં ભણતા
- ખેડૂત આશ્રિત યોજના હેઠળ જિલ્લા પંચાયત દ્વારા વિદ્યાર્થીના પરિવારને 2 લાખ સહાય ચુકવવામાં આવશે
આણંદ જિલ્લામાં આવેલ જિલ્લા પંચાયત હસ્તકની ૯૯૨ પ્રાથમિક શાળાઓમાં ૧.૭૩ લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને શાળાએ આવતા-જતા માર્ગમાં અકસ્માત થાય કે સાપ કરડે કે તળાવ-નદીના પાણીમાં ડુબી જવાની ઘટના બને કે અકસ્માતે મૃત્યુના કિસ્સામાં સરકાર દ્વારા રૂા.૫૦ હજારની સહાય આપવામાં આવતી હોય છે. જો કે જિલ્લા પંચાયત આણંદની તાજેતરમાં મળેલ બેઠકમાં જિલ્લા પંચાયત દ્વારા આ પ્રકારની ઘટનામાં સરકારી સહાય ઉપરાંત જિલ્લા પંચાયત આણંદના સ્વભંડોળમાંથી અગાઉ કરાયેલ રૂા.૫૦ હજારની જોગવાઈમાં વધુ રૂા.૫૦ હજારનો ઉમેરો કરી વિદ્યાર્થીઓને કુલ રૂા.૧ લાખ સહાય ચુકવવાનો ઠરાવ કરાયો છે. જિલ્લા પંચાયત આણંદ દ્વારા કરાયેલ નવી જોગવાઈ અનુસાર શાળામાં આવતા-જતા અને શાળામાં અભ્યાસ દરમ્યાન કે રમતગમત સ્પર્ધા કે વિજ્ઞાાન મેળા દરમ્યાન અથવા શાળા દ્વારા આયોજીત પ્રવાસ સમયે અકસ્માત થાય અને સારવાર અર્થે વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો રૂા. ૧ લાખની મર્યાદામાં સારવાર ખર્ચ જિલ્લા પંચાયત આણંદ દ્વારા ચુકવાશે.
વધુમાં સરકારી શાળાના શિક્ષક કે કર્મચારીગણના મૃત્યુના કિસ્સામાં સરકારી સહાય ઉપરાંત જિલ્લા પંચાયત આણંદ દ્વારા રૂા.૧ લાખ વધારાની સહાય ચુકવવાનું પણ ઠરાવાયું છે. જાણવા જેવી બાબત એ છે કે કોઈ વિદ્યાર્થી ખેડૂત પુત્ર હોય તો વિદ્યાર્થીના અકસ્માતમાં મૃત્યુના બનાવમાં વિદ્યાદીપ યોજનાના બદલે ખેડૂત આશ્રિત યોજના હેઠળ જિલ્લા પંચાયત આણંદ દ્વારા વિદ્યાર્થીના પરિવારને રૂા.૨ લાખ સહાય ચુકવવામાં આવશે. જો આવા કિસ્સામાં વિદ્યાર્થી ખેડૂત પુત્ર ન હોય તો સરકારી સહાય રૂા.૫૦ લાખ ઉપરાંત જિલ્લા પંચાયત આણંદ દ્વારા પણ રૂ. ૧ લાખની સહાય ચુકવવામાં આવશે.
https://ift.tt/FKJXoIQ
0 ટિપ્પણીઓ