રજાના દિવસે સબ રજિસ્ટ્રાર કચેરી ચાલુ રહી ઃ ૯૮ દસ્તાવેજો નોંધાયા

વડોદરા, તા.13 જંત્રીના નવા દરનો અમલ થાય તે પહેલાં દસ્તાવેજોની નોંધણી કરવા માટે લોકોનો ધસારો રહ્યો છે. શનિવારે રજાનો દિવસ હોવા છતાં પણ દસ્તાવેજ નોંધણીની શહેરની ત્રણ કચેરીઓ ચાલુ રાખવી પડી હતી જેમાં ૯૮ દસ્તાવેજોની નોંધણી થઇ હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે તા.૧૫ એપ્રિલ સુધી દસ્તાવેજોની નોંધણી માટે જંત્રીના નવા દરો પર બ્રેક વાગી છે. આ સમય દરમિયાન દસ્તાવેજોની નોધણી થાય તે માટે લોકો પ્રયત્નો કરી રહ્યા છે જેથી ડબલ જંત્રી ચૂકવવી ના પડે. દસ્તાવેજ નોંધણી માટે લોકોનો ધસારો રહે છે અને એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારે હોવાથી રાજ્ય સરકાર દ્વારા માર્ચ મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજાના દિવસે પણ સબ રજિસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરાની ત્રણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજો નોંધણી માટે ધસારો રહેતો હોવાથી અકોટા, બાપોદ અને ગોરવા સબ રજિસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખવાની ફરજ પડી હતી. શનિવારે આ ત્રણે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ખાસ કિસ્સામાં દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે અકોટા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ૩૪, બાપોદમાં ૨૩ અને ગોરવામાં ૪૧ દસ્તાવેજોની નોંધણી થઇ હતી. આ ત્રણે કચેરીઓમાં નોંધણી ફી પેટે રૃા.૧૧.૦૭ લાખ તેમજ સ્ટેમ્પ ડયૂટી પેટે રૃા.૫૪.૨૬ લાખ મળી કુલ રૃા.૬૫.૩૪ લાખ વસૂલાયા હતાં.

બીજા શનિવારે સબ રજિસ્ટ્રાર કચેરીઓ ચાલુ રહ્યા બાદ હવે ચોથા શનિવાર તા.૨૫ના રોજ પણ આ કચેરીઓ ચાલુ રહેશે. દસ્તાવેજોની નોંધણી માટે માર્ચ એન્ડિંગમાં લોકો દોડાદોડી પણ કરતાં હોય છે.





https://ift.tt/YCdc7EF

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ