કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ પર પીવાના પાણીના ફાંફા

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ પર છેલ્લા દોઢ મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.

મળતી વિગતો પ્રમાણે અહીંયા આરઓ મશિન લગાવવામાં આવ્યુ છે.આમ છતા આરઓ મશિનથી પીવાના પાણીના નળ વચ્ચેની દસ ફૂટ સુધીની પાઈપ લાઈનમાં કોઈ સમસ્યાના કારણે વિદ્યાર્થીઓને ડહોળુ પાણી પીવાના વારો આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓ દ્વારા કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોને અને ફેકલ્ટી સત્તાધીશો દ્વારા આ મુદ્દે કન્સ્ટ્રક્શન વિભાગને રજૂઆત કરવામાં આવી છે.આમ છતા આ નાની સરખી સમસ્યાનો દોઢ મહિનાથી ઉકેલ લાવવામાં આવ્યો નથી.જેના કારણે વિદ્યાર્થીઓને ઘરેથી પાણી લાવવાનો અથવા તો તરસ્યા રહેવાનો વારો આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ પર ૪૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ બિલ્ડિંગ પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસે હાયર પેમેન્ટ કોર્સના નામે ફી લેવાય છે.કોમર્સ ફેકલ્ટીમાં સૌથી વધાર ે૧૫૦૦૦ રુપિયા જેટલી ફી અહીં પ્રવેશ લેનાર વિદ્યાર્થી ભરે છે.આમ છતા વિદ્યાર્થીઓને પીવાના પાણી જેવી પાયાની સુવિધા આપવામાં પણ સત્તાધીશો અખાડા કરી રહ્યા છે.



https://ift.tt/3uw1CJE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ