ભરૃચ તા.૨૮ ગોલ્ડ ટ્રેડિંગમાં વધુ રિટર્ન મેળવવાની લોભામણી લાલચ આપી તેમાં રોકાણ કરાવી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો ભરૃચ જિલ્લા સાયબર ક્રાઇમે પર્દાફાશ કરી સુરતની મહિન્દ્રા કોટક બેંકના મેનેજર સહિત અડધો ડઝન ભેજાબાજોને સુરતથી ઝડપી પાડયા છે. આ ગેંગનો દુબઇ કનેક્શનનો પર્દાફાશ પણ થયો છે. કુલ ૧૫ રાજ્યોના લોકો સાથે ઠગાઇ થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે અંકલેશ્વરના વેપારીને તેના વોટ્સએપ નંબર પર એસ્લી નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ ગોલ્ડમાં ટ્રેડિંગ કરવા માટે વાતચીત કરતાં અંકલેશ્વરનો વેપારી રોકાણ કરવા માટે તૈયાર થઇ ગયો હતો અને તેને એસ્લીના કહેવા મુજબ રોકાણ કરતાં સારુ રિટર્ન મળ્યું હતું. વેપારીનો વિશ્વાસ સંપાદન થઇ ગયા બાદ એસ્લીએ રોકાણ સામે વર્ષે ૪૦ ટકા રિટર્નની લાલચ આપતા વેપારી તૈયાર થઇ ગયો હતો.
એસ્લીએ એક ડમી વેબસાઇટ બનાવીને તેમાં અંકલેશ્વરના વેપારીને લોગઇન કરાવી બેંક એકાઉન્ટોમાં કુલ રૃા.૩૭.૬૧ લાખ રકમ તબક્કાવાર ભરાવી હતી. થોડા સમય બાદ ભેજાબાજો દ્વારા વેબસાઇટ અને વોટ્સએપ નંબર બંધ કરી દેવાયો હતો. આ અંગેની ફરિયાદ ભરૃચ પોલીસને આપતા સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન રિસોર્સ અને બેંક એકાઉન્ટોની વિગતો મેળવી બેૅક એકાઉન્ટ ઓપન કરનાર અને ગુનામાં ઉપયોગમાં લેવાતા સિમકાર્ડ એક્ટિવ કરતાં શખ્સોને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતાં.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ગોલ્ડમાં રોકાણ કરવાના બહાને લોકો સાથે ઠગાઇ કરતી ટોળકીના સભ્યો બેંક એકાઉન્ટો અન્ય વ્યક્તિઓના નામે ખોલાવતા હતા અને આ ખાતાને પોતે જ ઓપરેટ કરી સમગ્ર રાજ્યના ૧૬ રાજ્યોમાં રહેતા લોકો સાથે ઠગાઇ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ભેજાબાજ આરોપીઓના નામ
- અબ્દુલરહેમાન ઉર્ફે બાપુ શબ્બીરહુશેન સૈયદ (રહે. કળજુગ મહોલ્લો, હરીપુરા કાંસકીવાડ, પીરછડીરોડ સુરત
- સકલન સરફુદીન શેખ (રહે.કોહીનુર એપાર્ટમેન્ટ, નાનપુરા, સુરત
- સદામ મહેમુદ શેખ (રહે. ઈડબલ્યુએસ આવાસ, ભેસ્તાન-ડીંડોલી, સુરત
- કૃષ્ણકુમાર ઉર્ફે બિંદુ કમલેશ કુમાર તિવારી આસિસ્ટન્ટ મેનેજર, કોટેક મહિન્દ્રા બેંક, (રહે. ઘોડ-દોડ રોડ, સુરત
- યાસીન ઇકબાલ સત્તાર વ્હોરા (રહે. આકીબ એજાજ એપાર્ટમેન્ટ, ફુલવાડી ભરીમાતારોડ નજીક સુરત
- સોહેલ મેહમુદ મલેક (રહે. દાદાભાઇ નગર, ગામ કઠોર, તા. કામરેજ, જી.સુરત.)
https://ift.tt/lLqGZUS
0 ટિપ્પણીઓ