વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ બાકી વેરાની વસૂલાત માટે કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં બીપીસી રોડ સ્થિત મુક્ત જ્વેલર્સનો ૧.૯૪ કરોડનો વેરો બાકી હોવાથી કોર્પોરેશને આજે સીલ મારી દીધું હતું.
આજે કોર્પોરેશને સવારે ૮ વાગ્યાથી માસ સિલિંગની ઝુંબેશ હાથ ધરી હતી. આ કામગીરીમાં સંબંધિત વોર્ડનો રેવન્યૂ સ્ટાફ, આકારણી ખાતાનો સ્ટાફ, આસી. કમિશનર તેમજ વોર્ડ ઓફિસર જોડાયેલા હતા. આજરોજ કુલ ૧૮૫૦ મિલકતો સીલ કરવામાં આવેલી અને રહેણાંક મિલકતોને ૨૨૬૦ નોટિસ આપી હતી. ૧૦૯ મિલકતોના પાણી કનેકશનો કાપવામાં આવ્યા હતા. આજે સિલિંગની કામગીરીથી પાલિકાને રૃા. ૪.૪૩ કરોડની આવક થઈ હતી. વેરાની આવક અત્યાર સુધીમાં રૃ. ૫૮૧.૪૪ કરોડ થઈ છે. જેમાં રૃ. ૨૧.૪૦ કરોડ તો સરકારી મિલકતોના વેરા પેટે મળ્યા છે.
હજુ પણ માર્ચ સુધી વસૂલાતના ભાગરૃપે મિલકતો સીલ કરવામાં આવશે, અને રહેણાંક મિલકતોના બાકી વેરા માટે પાણીના કનેકશન કાપવાની કાર્યવાહી થશે. બાકી મિલકત વેરાના વ્યાજ પર તા.૩૧ માર્ચ સુધી રહેણાંક મિલકતો માટે ૭૦% અને બિન રહેણાંક મિલકતો માટે ૫૦% ની વ્યાજ માફીની યોજના ઔઅમલમાં છે.
https://ift.tt/O6BG4TQ
0 ટિપ્પણીઓ