કાનપુર, લખનૌ, વારાણસી બાદ હવે નોઈડામાં બનશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા

નોઈડા, તા.28 માર્ચ-2023, મંગળવાર

દિલ્હી-NCRના નોઈડામાં નોઈડામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મંગળવારે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને નોઈડાના સેક્ટર 150માં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની મંજૂરી આપી દીધી છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અંકિત ચેટર્જીએ કહ્યું કે, તેમની સમિતિએ સ્ટેડિયમ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. નોઈડામાં બનવા જઈ રહેલું આ ક્રિકેટ સ્ટેડિયમ સેક્ટર-150માં નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પાસે બનાવાશે.

હાલ ઉત્તર પ્રદેશમાં કુલ 3 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ

ઉલ્લેખનિય છે કે, નોઈડામાં બનવા જઈ રહેલું ક્રિકેટ સ્ટેડિયમ ઉત્તર પ્રદેશનું ચોથું ક્રિકેટ સ્ટેડિયમ હશે, જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમાશે. ઉત્તર પ્રદેશના કાનપુર, લખનૌમાં પહેલેથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમો આવેલા છે, જ્યારે વારાણસીમાં એક મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય તાજેતરમાં લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા મુજબ આ સ્ટેડિયમ આગામી ત્રણ વર્ષમાં બનાવી દેવાશે. UPCAએ 17 માર્ચે ટાટા, ગોદરેજ, બિરલા અને અન્ય ડેવલપર્સને આ સ્ટેડિયમ બનાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે.

સ્ટેડિયમ હશે 40 હજાર પ્રેક્ષકો માટે બેસવાની સુવિધા

UPCAએ જણાવ્યું કે, આ સ્ટેડિયમને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ સુવિધાઓ આપવામાં આવશે. કાનપુર, લખનૌ અને વારાણસી બાદ નોઈડા ઉત્તર પ્રદેશનું ચોથું શહેર હશે જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી બનશે... આ માટે જમીન અધિગ્રહણ કરાઈ છે, જો જમીન મળી જશે તો ગાઝિયાબાદમાં પણ આવું સ્ટેડિયમ બનાવવાની યોજના તૈયાર કરાશે. નોઈડામાં બની રહેલા આ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 40,000 લોકો માટે બેસવાની સુવિધા હશે.



https://ift.tt/puH1fzw from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Mmrj7n

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ