- ચોકસી બજારની દુકાનમાંથી ચોરો સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા
વડોદરા,તા.13 માર્ચ 2023,સોમવાર
પાદરા ચોકસી બજારમાં આવેલી સોનીની દુકાનને નિશાન બનાવી ચોરો ત્રાટક્યા હતા અને દુકાનની બંને જાળીઓના તાળા તોડી અંદર પ્રવેશીને ટેબલોમાં મુકેલ ડબ્બીઓમાં ભરીને રાખેલ સોનાના દાગીના બનાવવાનું રો-મટીરીયલ 84 ગ્રામ તેની કિંમત 4.44 લાખ થાય છે તે ચોરો ઉઠાવી ગયા હતા. આ ઉપરાંત ચોરો દુકાનના સીસીટીવીનું ડીવીયાર પણ સાથે લઈ ગયા હતા. કુલ 4.30 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ દુકાનદાર કિરણ રમેશચંદ્ર સોનીએ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
https://ift.tt/zpwvgVF
0 ટિપ્પણીઓ