ગાંધીધામ, તા. ૧૨
પડાણાથી ભચાઉ તરફ જતા ધોરીમાર્ગ પર કાર અને ટ્રેઈલ૨ વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બે યુવાનોનું ઘટના સૃથળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું.
બનાવ અંગે અંજાર પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, કિડાણા ગામે રહેતા ૨૫ વર્ષીય અર્જુનભાઈ પરબતભાઈ વિંગોરા અને મોટી ઉના ખાતે રહેતા ૨૮ વર્ષીય પરેશભાઈ પેાથાલાલ કન્નરનું પડાણાથી ભચાઉ બાજુ માર્ગ ઉપર રામદેવપીરના મંદિર પાસે આજે સાંજના ૪.૩૦ વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. બંને યુવાનો મારૃતી બલેનો ગાડીમાં જતા હતા ત્યારે અને ટ્રેઈલ૨ સાથે આૃથડાતા વચ્ચેની ટક્કરમાં બલેનો ગાડીમાં બેઠેલા બંને યુવાનોને શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
કાર અને ટ્રેઇલર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા સૃથાનિકે લોકોનું ટોળું વળી ગયું હતું અને કારમાં ફસાયેલા બંને યુવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ બંને યુવાનોનું ઘટના સૃથળે જ મૃત્યુ થયું હતું. જોકે આ અંગે અંજાર પોલીસ માથકે ફરિયાદ નોંધાવવામાં ન આવી હોવાથી પોલીસે આ દશામાં વાધુ કાર્યવાહી હાથ ધરી છે.
https://ift.tt/GYT5QsZ
0 ટિપ્પણીઓ