આજે યુનિ.ના ૭૧મા પદવીદાન સમારોહમાં ૧૪૬૬૩ સ્ટુડન્ટસને ડિગ્રી એનાયત કરાશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનો ૭૧મો પદવીદાન સમારોહ આવતીકાલે, શનિવારે યોજવામાં આવશે.જેમાં કુલ ૧૪૬૬૩ સ્ટુડન્ટસને વિવિધ ફેકલ્ટીની ડિગ્રી તેમજ ૧૯૧ સ્ટુડન્ટસને ૩૦૨ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.

કોન્વોકેશનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહીને દિક્ષાંત પ્રવચન આપશે.અમિત શાહની યુનિવર્સિટીની આ પહેલી મુલાકાત છે.

ડિગ્રીની સાથે સાથે ગોલ્ડ મેડલ મેળવવામાં પણ ગર્લ્સ ફરી મોખરે રહી છે.જાણવા મળતી વિગતો પ્રમાણે ૭૯૬૫ ગર્લ્સ અને  ૬૬૭૮ બોયઝને  ડિગ્રી એનાયત કરાશે.જ્યારે ગોલ્ડ મેડલ મેળવનારાઓમાં પણ ૧૮૭ ગર્લ્સ અને ૧૧૭ બોયઝનો સમાવેશ થાય છે.૨૦૨૧-૨૨માં પીએચડી પૂર્ણ કરનારા ૧૦૦ જેટલા સ્ટુડન્ટસને પણ સમારોહમાં આમંત્રિત કરાયા છે.વિદ્યાર્થીઓને સમારોહ માટેના સ્કાર્ફ પોત પોતાની ફેકલ્ટીમાંથી મેળવી લેવાના રહેશે.

પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચન આપવાની સાથે સાથે ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ યુનિવર્સિટીના નવા મહારાજા રણજિતસિંહ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈનનુ ડિજિટલ મોડથી લોકાર્પણ પણ કરશે.પદવીદાન સમારોહ પહેલા સવારે ૧૦ વાગ્યે ચં.ચી.મહેતા ઓડિટોરિયમ ખાતે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજાશે.



https://ift.tt/cDuJIVs

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ