- સાહેબજાદાઓની યાદમાં 26 ડિસે. બાલદિન રાખ્યો
- 'નરેન્દ્ર મોદીએ શિખ સમાજ અને શિખો માટે ઘણું કામ કર્યું છે : તે જ્યારે સ્કૂલોમાં જાય છે ત્યારે સાહેબજાદાઓની વાત કરે છે'
ખાલસા દળના સંસ્થાપક અને પૂર્વ ખાલીસ્તાની નેતા જસવંતસિંહ ઠેકેદાર શિખ સમાજ તથા શિખો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી. જસવંત સિંહનું આ કથન તેવા સમયે આવ્યું છે કે જ્યારે પંજાબમાં ફરી ખાલીસ્તાનની માંગણી જાગી રહી છે અને કેટલાક લોકો દ્વારા સરકાર ઉપર દબાણ થઈ રહ્યું છે.
પત્રકારોને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિખો અને શિખ ધર્મ માટે ઘણું કર્યું છે. તેમણે 'બ્લેક લિસ્ટ' પણ દૂર કર્યું છે, સાથે સાહેબજાદાઓ વકતવ્ય આપવા સાથે, કરતારપુર કોરીડોર ખોલવાની પણ વાત કરી છે. ઉપરાંત જે અન્ય બાબતો બાકી રહી છે તે પણ પૂરી કરવા વચન આપ્યું છે.
કરતારસિંહે વધુમાં કહ્યું મોદીએ ૭, લોકકલ્યાણ માર્ગ સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને ૪ સાહેબજાદાઓની શહીદી યાદ કરવા સાથે શિખોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે તે દિવસ તા. ૧૬ ડિસેમ્બરનો દિવસ બાલદિન તરીકે જાહેર કરાશે.
પ્રતિનિધિ મંડળના પ્રત્યેક સભ્યોને મોદીએ 'સરોવા' ઉપરાંત તલવાર પણ ભેટ આપી હતી. તેઓને સ્કૂલોમાં જ્યારે પણ બોલવાની તક મળે છે ત્યારે તેઓ સાહેબજાદાઓની વાત કરે છે તેમ પણ કરતારસિંહે તે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
https://ift.tt/wYup9fk from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/l72rQep
0 ટિપ્પણીઓ