- રાંદેરના ભેંસાણ ફળીયાનો ચાલક ડ્રગ્સ વેચવા નીકળ્યો હતો, ચાર દિવસના રિમાન્ડઃ ડ્રગ્સ વેચવા આપનારની પણ અટકાયત
સુરત
અમરોલીના સૃષ્ટિ રો હાઉસથી ડી માર્ટ જવાના રોડ પરથી ઓટો રીક્ષા ચાલકને ઝડપી પાડી 7.77 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી કુલ રૂ. 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રીક્ષા ચાલકની પૂછપરછના આધારે ડ્રગ્સ વેચવા આપનારની પણ પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
અમરોલી પોલીસના હે.કો ભગીરથસિંહ ઘનશ્યામસિંહને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે અમરોલીના સૃષ્ટિ રો હાઉસ નજીક પુણ્ય ભુમિ બંગ્લોઝથી ડી માર્ટ જવાના રોડ પર વોચ ગોઠવી ઓટો રીક્ષા નં. જીજે-5 ઝેડઝેડ-0559 ને અટકાવી હતી. પોલીસે રીક્ષા ચાલક મોહમદ ઇમરાન ઉર્ફે બોબડા મોહમદ કાસીમ શેખ (ઉ.વ. 32 રહે. રાજીવનગર, ભેંસાણ ફળીયા, રાંદેર) ની અંગ જડતી કરતા તેની પાસેથી રોકડા રૂ. 350, એક મોબાઇલ ફોન અને 7.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસ ઇમરાન વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી રીક્ષા, મોબાઇલ ફોન અને એમડી ડ્રગ્સ મળી કુલ રૂ. 1.50 લાખનો જથ્થો કબ્જે લીધો હતો. ઇમરાન ઉર્ફે બોબડાની પૂછપરછમાં રીક્ષા તેના મિત્રની સાસુ પાસેથી બચત ઉપર લઇ ફેરવતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઇમરાનને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. ઇમરાનની પ્રાથમિક પૂછપરછના આધારે તેની રહેણાંક સોસાયટીમાં રહેતા અઝીઝખાન ઉર્ફે માંજરો શરીફખાન શેખ પાસેથી ડ્રગ્સ લાવી અમરોલી-કોસાડ આવાસ વિસ્તારમાં વેચવા આવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે મોડી સાંજે અઝીઝખાન ઉર્ફે માંજરાની પણ અટકાયત કરી છે.
https://ift.tt/9w50mGU
0 ટિપ્પણીઓ