દેશમાં કોરોનાના નવા 1300 કેસ આંકડો 140 દિવસ પછીનો સૌથી વધુ


એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૭૬૦૫

આઠ રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી, હિમાચલ અને રાજસ્થાનમાં સૌથી વધુ કેસો

ભારતમાં દૈનિક સરેરાશ ૯૬૬ કેસ સામે આવી રહ્યાં છે ઃ મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, ગુજરાત અને દિલ્હીમાં એક્સબીબી.૧.૧૬ હાજર 

નવી દિલ્હી: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૩૦૦ કેસ નોંધવામાં આવ્યા છે જે છેલ્લા ૧૪૦ દિવસના સૌથી વધુ કેસ છે. બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૭૬૦૫ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. વધુ ત્રણ લોકોનાં મોત નોંધાતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૦,૮૧૬ થઇ ગયો છે. કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક મોત નોંધવામાં આવ્યું છે. 

દૈનિક પોઝિટીવ રેટ ૧.૪૬ ટકા જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૦૮ ટકા નોંધવામાં આવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૬,૯૯,૪૧૮ થઇ ગઇ છે. 

અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ ૯૨.૦૬ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી છેલ્લા ૨૪ કલાકમાં ૮૯,૦૭૮ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૧,૬૦,૯૯૭ થઇ ગઇ છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના ૨૨૦.૬૫ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.  આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોના હજુ સમાપ્ત થયો નથી. ગયા સપ્તાહના આંકડા મુજબ સમગ્ર વિશ્વમાં દાનિક ૯૩૯૭૭ કેસો આવી રહ્યાં છે. અમેરિકામાં ૧૯ ટકા, રશિયામાં ૧૨.૬ ટકા, ચીનમાં ૮.૩ ટકા, દક્ષિણ કોરિયામાં આઠ ટકા અને ભારતમાં એક ટકા કેસો સામે આવી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વમાં કોરોનાની છ લહેર આવી છે. જ્યારે ભારતે ત્રણ લહેર જોઇ છે. ભારતમાં દૈનિક સરેરાશ કેસોની સંખ્યા વધીને ૯૬૬ થઇ ગઇ છે. આઠ રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી, હિમાચલ અને રાજસ્થાનમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યાં છે.

રાજેશ ભૂષણે વધુમાં જણાવ્યું હતું કે એક્સબીબી ૧.૫ અને ૧.૧૬ આ વેરિએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે કારણે ટ્રાન્સમિસિબિલી વધારે છે પણ જાણકારી નથી કે આ કેટલા ઘાતક છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, ગુજરાત અને દિલ્હીમાં એક્સબીબી ૧.૧૬ની હાજરી છે. દેશના ફક્ત ૨૭ ટકા લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે. જેની સંખ્યા વધારવાની જરૂર છે. આ દરમિયાન એઇમ્સના પૂર્વ ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ જણાવ્યું છે કે દેશમાં કોરોના અને એચ-૩એન-૨ના કેસો વધવાની શક્યતા છે. 



https://ift.tt/WFjIMOT from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pdyaYRz

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ