અમદાવાદ, 31 ડિસેમ્બર 2022, શનિવાર
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠની ટર્મ પુરી થઈ રહી છે. ત્યારે નવા કુલપતિની નિમણુંક પુરી કરવામાં આવી છે. GTUના સ્કૂલ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર પંકજ પટેલની કાર્યકારી કુલપતિ તરીકે નિમણુંક કરાઈ છે. અગાઉ નવા કુલપતિ કોણ હશે તેને લઈને સવાલો હતાં અને કેટલીક બાબતોમાં વિરોધ પણ દર્શાવાયો હતો. ત્યારે આજે GTUના કાર્યકારી કુલપતિ તરીકે પંકજ પટેલની વરણી કરી દેવાઈ છે.
2018માં નવીન શેઠની બીજી વખત કુલપતિ તરીકે નિમણૂંક કરાઈ હતી. આજે તેમની આ ટર્મ પૂર્ણ થઈ રહી છે. સરકાર દ્વારા અત્યારે GTUના સ્કૂલ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર પંકજ પટેલની કાર્યકારી કુલપતિ તરીકે નિમણુક કરવામાં આવી છે.સરકાર દ્વારા કાયમી કુલપતિની નિમણુક માટે પ્રક્રિયા કરવામાં આવશે ત્યાં સુધી પંકજ પટેલ GTUના કુલપતિ રહેશે.
GTU ના કુલપતિની ટર્મ પુરી થઈ છતા નવા કુલપતિ માટેની સર્ચ કમિટી બની નહોતી. નવા કુલપતિની નિમણુક માટે કોઈ પ્રક્રિયા જ થઈ નહોતી જેથી વિદ્યાર્થી સંગઠન દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને નવા કુલપતિની નિમણુક કરવા માંગ કરી હતી નવીન શેઠને ઇન્ચાર્જ કુલપતિ પણ ના રાખવા તેવી માંગણી કરવામાં આવી હતી. જોકે સમગ્ર વિવાદનો અંત આવી ગયો છે અને હાલ પૂરતા GTUને નવા કુલપતિ પણ મળી ચુક્યા છે.
https://ift.tt/rAaycDs
0 ટિપ્પણીઓ