આતંકવાદ ક્યારેય ભારતને દબાણથી સમજુતી પર મજબૂર કરી શકશે નહીં: જયશંકર


વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ફરી એકવાર ભારત-ચીન સંબંધો અંગે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતુ. સાયપ્રસના લાર્નાકામાં ભારતીય ડાયસ્પોરા સાથેની તેમની વાતચીત દરમિયાન જયશંકરે કહ્યું કે, અમારી સરહદો પર પડકાર છે જે કોરોના દરમિયાન વધી ગયો છે. ચીન સાથેના સંબંધો સામાન્ય નથી કારણ કે  LACને એકપક્ષીય રીતે બદલવાના કોઈપણ પ્રયાસ સાથે અમે સહમત નથી.

તેમણે કહ્યું કે, ભારતને લઇ ઘણી અપેક્ષાઓ છે કારણ કે અમને એક એવા નજરીયાથી જોવામાં આવે છે જે સમસ્યાનું નિરાકરણ કરી શકે છે. અમને એક મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશ તરીકે જોવામાં આવે છે અને અમને એક સ્વતંત્ર દેશ તરીકે પણ જોવામાં આવે છે.

આતંકવાદના મુદ્દા પર જયશંકરે કહ્યું કે, મુખ્ય મુદ્દાઓ પર કોઈ સમાધાન નથી કારણ કે કોઈ દેશ આતંકવાદથી એટલા પીડિત નથી જેટલો અમારો દેશ છે. અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે, અમે ક્યારેય આતંકવાદને સામાન્ય અને તર્કસંગત બનાવીશું નહીં.

પાકિસ્તાનને આપી સલાહ

પાકિસ્તાન પર પરોક્ષ કટાક્ષ કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, આતંકવાદનો ઉપયોગ ભારતને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે એક સાધન તરીકે કરી શકાય નહીં. જયશંકરે સાયપ્રસમાં ભારતીય પ્રવાસીઓ સાથેની વાતચીત દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે, અમે તેને ક્યારેય સામાન્ય બનાવીશું નહીં. અમે આતંકવાદને ક્યારેય વાટાઘાટોના ટેબલ પર આવવા મજબુર થઇશુ નહિ. અમે બધા સાથે સારા પડોશી સંબંધો ઈચ્છીએ છીએ. પરંતુ સારા પડોશી સંબંધો રાખવા માટે બહાના બનાવવા અથવા દૂર જોવા અથવા આતંકવાદને તર્કસંગત બનાવવાનો છે. અમે તેના વિશે ખૂબ જ સ્પષ્ટ છીએ.



https://ift.tt/iFDCWQm from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RPrVWjT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ