મોટા વરાછામાં ઈલેક્ટ્રીક મોપેડમાં આગ લાગતા અફડાતફડી મચી


- ફાયરના જવાનોએ સ્થળે પહોંચી ઘટના ઉપર કાબુ મેળવ્યો

સુરત,તા.31 ડિસેમ્બર 2022,શનિવાર

મોટા વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે વધુ એક ઈલેક્ટ્રીક મોપેડમાં આગ લાગવાની ઘટનાને પગલે સ્થળ ઉપર ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી.

ફાયરના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ મોટા વરાછા ખાતે એબીસી સર્કલ પાસે ખોડિયાર નગરમાં રહેતા પાર્થએ શુક્રવારે ઘરની પાસે ઈલેક્ટ્રીક મોપેડ પાર્ક કરેલી હતી. જોકે શુક્રવારે રાત્રે મોપેડમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. અને મોપેડ ભડભડ સળગવા લાગી હતી. જેના લીધે તેમના ઘરના સભ્યો અને આજુબાજુના લોકો તરત ઘરની બહાર દોડી આવીને તેની નજીકમાં પાર્ક કરેલી ચાર જેટલી ટુ વ્હીલ વાહન તરત સાઈડમાં ખસેડ્યા હતા. આ બનાવને લીધે ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે ત્યાંના લોકોએ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા મોટાવરાછા ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તરત આગ બુજાવી હતી. આ બનાવમાં કોઈ ઈજા કે જાનહની થઈ ન હોવાનું ફાયર ઓફિસર રાહુલ બાલાસરાએ જણાવ્યું હતું.



https://ift.tt/DIGibB4 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UrkfJYO

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ