અમદાવાદ, તા.03 ડિસેમ્બર-2022, શનિવાર
ગુજરાતની ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં ભાજપથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ઉત્તર ગુજરાતમાં કુલ 32 બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે આ ચૂંટણીમાં વિપક્ષ પોતાનું પ્રદર્શન જાળવી રાખવા માગશે અને કેટલાક કારણો પણ તેના પક્ષમાં છે. રાજ્યની 183 વિધાનસભા બેઠકોમાંથી 93 બેઠકોની ચૂંટણી બીજા તબક્કા હેઠળ પાંચમી ડિસેમ્બરે યોજાશે અને આ તબક્કામાં ઉત્તર ગુજરાતનો પણ સમાવેશ થયા છે. જ્યારે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર પહેલી ડિસેમ્બરે મતદાન પૂર્ણ થઈ ગયું છે.
ઉત્તર ગુજરતાની ચૂંટણીને લઈ નિષ્ણાતો શું કહે છે ?
નિષ્ણાતોનું કહેવું છે કે, દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડના કારણે કેટલાક વિસ્તારોમાં ભાજપ બળવાનો ભોગ બની શકે છે. તો મુખ્ય અન્ય પછાત વર્ગ (OBC), ચૌધરી સમાજમાં રોષનું અનુમાન પણ છે. સાથે જ સ્થાનિક જ્ઞાતિ સમિકરણો અને છેલ્લી ઘડીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના અંતિમ નિર્ણયમાં એક મુખ્ય ભૂમિકા સામે આવવાની સંભાવના છે.
ઉત્તર ગુજરાતના છ જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં આવેલી કુલ 32 વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસે 2012 અને 2017ની બંને ચૂંટણીમાં 17 બેઠકો પર જીત મેળવી હતી. તો ભાજપે 2012માં 15 અને 2017માં 14 વિધાનસભા બેઠકો જીતી હતી. ગત ચૂંટણીમાં એક બેઠક (વડગામ) અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ જીતી હતી, જેણે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું.
કોંગ્રેસે 11 તો ભાજપે માત્ર 6ને કર્યા રિપિટ
ઉત્તર ગુજરાતમાં વિપક્ષો મોટાભાગે વર્તમાન ધારાસભ્યો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમાંથી 11ને ફરી ટિકિટ આપી છે. તો ભારતીય જનતા પાર્ટીએ પોતાના વર્તમાન 14 ધારાસભ્યોમાંથી માત્ર 6ને ટિકિટ આપી છે અને બાકીની વિધાનસભા બેઠકો પર નવા ઉમેદવારોને તક આપી છે. બંને પક્ષોએ જ્ઞાતિ સમીકરણને ધ્યાને રાખી પાટીદાર અને કોળી સમાજના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
નિષ્ણાંતો શું કહે છે ?
- ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધુ પ્રભાવશાળી બનવાની સંભાવના ઓછી છે.
- ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી શકે છે.
- સુરત અને સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીનો સંભવિત પ્રભાવ જોવા મળી શકે છે.
- ભાજપે 2002ની ચૂંટણીમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઘણી બેઠકો પર પ્રભુત્વ જમાવ્યું, જોકે 2012માં ઘટ્યું
- 2002માં હારેલી બેઠકો કવર કરવામાં કોંગ્રેસ 2012ની ચૂંટણીમાં પાછી મેળવવામાં સફળ રહી
- નિષ્ણાંતો અને કેટલાક સમાજના સભ્યોના જણાવ્યા અનુસાર, 800 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે વિપુલ ચૌધરીની ધરપકડથી તેમનો સમુદાય ઘણો નારાજ છે અને આ સમાજના મતદારો બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના કેટલાક ભાગોમાં વધુ છે.
વિપુલ ચૌધરી સાથે જે બન્યું તે અંગે સમુદાય નારાજ : મોગાજી ચૌધરી
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન ચૌધરી પર સહકારી મંડળીના ચેરમેન પદ પર રહીને ભ્રષ્ટાચાર આચરવાના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીની AAPમાં જોડાવાની અટકળો હતી, પરંતુ એવું થયું નહીં. દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અને અર્બુદા સેના સાથે સંકળાયેલા મોગાજી ચૌધરીએ જણાવ્યું હતું કે સામાજિક જૂથના સભ્યો તેમની પસંદગી મુજબ મતદાન કરશે અને તેમને કોઈ સૂચના અપાઈ નથી. મોગાજી ચૌધરીએ કહ્યું, તેઓ મતદાન દરમિયાન ઉમેદવારો અને સ્થાનિક મુદ્દાઓ જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેશે. તેમણે કહ્યું કે, વિપુલ ચૌધરી સાથે જે બન્યું તે અંગે સમુદાય નારાજ છે, પરંતુ અર્બુદા સેનાએ બિન-રાજકીય રહેવાનો નિર્ણય લીધો છે. બનાસકાંઠામાં ડીસા જેવી કેટલીક વિધાનસભા બેઠકો પર ભાજપે બળવાનો સામનો કરવો પડ્યો હતો.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/msc3BVj https://ift.tt/CYtvNUQ
0 ટિપ્પણીઓ