આસામમાં 25 હજારથી વધુ લોકો HIV સંક્રમિત, જેમાં 45 ટકા મહિલાઓ

આસામ સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીઅનુસાર, આસામમાં લગભગ 25,073 લોકો એચઆઇવી સાથે જીવે છે. ASACSએ જણાવ્યું કે આ 25,073 લોકોમાંથી 45 ટકા તો ફક્ત મહિલાઓ છે જ્યારે ત્રણ ટકા બાળકો છે. આજે  વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે 'NACO HIV એસ્ટીમેશન રિપોર્ટ 2021' પરથી  સોસાયટીએ જણાવ્યું કે આસામમાં HIVનો ફેલાવો દર 0.09 ટકા છે, જે રાષ્ટ્રીય દર 0.21 ટકા કરતાં ઓછો છે.

 'એન્ટિરેટ્રોવાયરલ ટ્રીટમેન્ટ' મેળવ્યા પછી રાજ્યમાં લોકોના જીવ બચી શકાય છે. તેના દ્વારા જીવ બચતા  લોકોની સંખ્યા 10,765 છે.  મેટ્રોપોલિટન જિલ્લામાં સૌથી વધુ 7,610 લોકો HIVથી પીડિત છે. આ પછી કચરમાં 5,200, નાગાંવમાં 1,602 અને ડિબ્રુગઢમાં 1,402 લોકો પ્રભાવિત થયેલા જોવા મળે છે. 

WHOના દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે અંદાજિત 38.4 મિલિયન લોકો HIVની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે 2021માં અંદાજે 15 લાખ લોકો એચઆઈવી સંક્રમિત હતા અને લગભગ 6,50,000 લોકો એઈડ્સ સંબંધિત કારણોસર મૃત્યુ પામ્યા હતા. તેમણે વિશ્વ એઇડ્સ દિવસ પર જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં અંદાજિત 3.8 મિલિયન લોકો એચઆઇવી સાથે જીવે છે, જે વૈશ્વિક વસ્તીના લગભગ 10 ટકા છે.



https://ift.tt/AZxdevy from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ocy6QhO

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ