VIDEO: ગુજરાતની ચૂંટણીમાં ફરજમુક્ત કરાયેલ IAS ઓફિસર એક્ટર પણ છે, ફોટો પડાવવાના ગજબ શોખીન

અમદાવાદ,તા.18 નવેમ્બર-2022, શુક્રવાર

ગુજરાતમાં માત્ર વિધાનસભા ચૂંટણીની જ નહીં IAS અધિકારી અભિષેક સિંહની ચર્ચાઓ પણ ખુબ ધુમ મચાવી રહી છે. આ IAS અધિકારીને ગુજરાતની ચૂંટણીને લઈને બે બેઠકો બાપુનગર અને અસારવાની જવાબદારી સોંપાઈ હતી. જોકે જવાબદારી સંભાળી તે પહેલા જ અભિષેકે તેમનો સરકારી ગાડી સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો અને તે ચૂંટણી પંચને ધ્યાને આવતા ‘પબ્લિસિટી સ્ટંટ’ મુદ્દે IAS અધિકારીને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જોકે અચાનક જ આ અધિકારીનું નામ લોકો પાસે કેવી રીતે પહોંચ્યું તે પણ એક જાણવા જેવી બાબત છે. આ IAS અધિકારી માત્ર અધિકારી જ નહીં એક્ટર પણ છે. અભિષેક શોર્ટ ફિલ્મોમાં પણ કામ કરે છે. એટલું જ નહીં તેમના IAS બનવા પાછળ પ્રેમ પણ જવાબદાર છે. સોશિયલ મીડિયા પણ અભિષેક સિંહ ખુબ જ ફેમશ અને એક્ટિવ છે. તેમનું એકાઉન્ટ એક્ટિંગ, મોડલિંગ અને ફોટો-વીડિયોથી છલકાયેલા છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર 30 લાખ જેટલા ફોલોઅર્સ પણ છે. તો જાણીએ IAS અધિકારી અભિષેક સિંહની પ્રેમ અને ફિલ્મોથી ભરેલી જીંદગી વિશે...

અભિષેક પ્રેમમાં થયો ફેલ, અભિનયમાં થયો હિટ, વેબ સિરિઝમાં પણ મચાવી ધૂમ

કહેવાય છે કે જ્યારે દિલ તૂટી જાય છે, ત્યારે વ્યક્તિ કાં તો બરબાદ થઈ જાય છે અથવા તો પોતાની જીંદગી ખત્મ કરી લે છે, પરંતુ તમે વાસ્તવિક જીવનમાં ભાગ્યે જ સાંભળ્યું હશે કે દિલ તૂટી ગયા બાદ કોઈ પ્રેમી દેશની સૌથી મોટી નોકરી મેળવીને કલેક્ટર બની જાય છે. આવી જ એક બાબત ઉત્તર પ્રદેશના જૌનપુરના IAS અધિકારી અભિષેક સિંહની છે. IAS અભિષેક સિંહ હાલમાં દિલ્હીમાં ડેપ્યુટી કમિશનર છે. વાસ્તવમાં જ્યારે અભિષેક સિંહને પ્રેમમાં દગો મળ્યો, ત્યારે તેમણે પહેલા ખુદ કરવાનું વિચાર્યું, જોકે તેમણે એવો જોશ બતાવ્યો કે મુશ્કેલ પરીક્ષાની તૈયારી કરી અને સફળતાના મુકામે પણ પહોંચ્યા. અભિષેકને અભિનયમાં વધુ રસ છે. અભિષેક બોલિવૂડ સિંગર જુબિન નૌટિયાલ સાથે 'તુઝે ભૂલના ચાહા' ગીત પર જોવા મળ્યો હતો. ત્યારબાદ તેણે પ્રખ્યાત વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ 2’માં પણ કામ કરેલું છે. અભિષેક સિંહની પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS અધિકારી છે.


અભિષેક સિંહ યુપીના જૌનપુરનો છે, પત્ની પણ IAS

IAS અધિકારી અભિષેક સિંહ ઉત્તર પ્રદેશના જૌનપુરનો રહેવાસી છે. તેનો પરિવાર આજે પણ અહીં રહે છે. દિલ્હીમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા અભિષેક સિંહે 2011માં UPSCની પરીક્ષા પાસ કરી હતી. અભિષેક સિંહની પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS અધિકારી છે. IAS દુર્ગા શક્તિ નાગપાલની વર્તમાન પોસ્ટિંગ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વાણિજ્ય વિભાગમાં છે.

મિત્રમાં મળી બેવફાઈ તો બની ગયો IAS

અભિષેક સિંહને તેના ભૂતકાળના જીવનના કારણે અધિકારીનું પદ અને ફિલ્મી ક્ષેત્રે સફળતા મળી છે. મળતી માહિતી મુજબ જ્યારે અભિષેક UPSCની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેને એક યુવતી સાથે પ્રેમ થયો હતો. લગ્ન પણ કરવા માંગતો હતો, પણ તેને પ્રેમમાં દગો મળ્યો. અભિષેક સિંહ ડિપ્રેશનમાં આવી ગયો હતો. તે આત્મહત્યા કવાનું પણ વિચારી રહ્યો હતો, પણ છેવટે તે હાર્યો નહીં અને તેણે તેના દુઃખને તાકાત બનાવવાનો વિચાર આવ્યો. અભિષેકે તનતોડ મહેનત કરી UPSCની પરીક્ષા પાસ કરી સફળતા હાંસલ કરી. બ્રેકઅપ થવાના કારણે અભિષેક બોલિવૂડના ગીતોમાં પણ જોવા મળ્યો.


2011માં UPSCમાં રેન્ક મેળવ્યો

જ્યારે અભિષેક સિંહનું પહેલું ગીત 'દિલ તોડ કે' રીલિઝ થયું ત્યારે તેણે એક ઈન્ટરવ્યુમાં તેની જીવનની કહાની સંભળાવી હતી. અભિષેકે જણાવ્યું હતું કે, બ્રેકઅપના દર્દમાંથી બહાર આવતા તેને એક વર્ષનો સમય લાગ્યો હતો. પોતાની ગર્લફ્રેન્ડની યાદોમાંથી બહાર આવવા માટે તેણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને 2011માં UPSC પરીક્ષામાં 94મો રેન્ક મેળવીને મોટી સફળતા હાંસલ કરી.

IAS અભિષેકને નેટફ્લિક્સે સમજી લીધો એક્ટર

એક ઈન્ટરવ્યુમાં અભિષેક સિંહે કહ્યું હતું કે, નેટફ્લિક્સની ટીમે તેને દિલ્હી ક્રાઈમ જોવા અંગે પૂછ્યું અને કહ્યું કે તમે એક્ટિંગમાં શું શું કર્યું છે? જોકે નેટફ્લિક્સ ટીમે તેને અભિનેતા તરીકે સમજી લીધો હતો. તેના સવાલો પર અભિષેક સિંહ અને મુકેશ છાબરા બંને હસી પડ્યા. ત્યારે મુકેશ છાબરાએ તેને કહ્યું કે તે એક્ટર નથી પરંતુ દિલ્હીના ડેપ્યુટી કમિશનર છે. અહીંથી દિલ્હી ક્રાઈમનો હિસ્સો બનવાની અભિષેકની શરૂઆત થઈ.

નેટફ્લિક્સની વેબ સિરીઝમાં જોવા મળ્યો

ઉલ્લેખનિય છે કે, અભિષેક સિંહ ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી છે. તે એક્ટિંગ માટે પણ ખુબ જ પ્રખ્યાત છે. અભિષેકે હાલમાં જ નેટફ્લિક્સની પ્રખ્યાત વેબ સિરીઝ 'દિલ્હી ક્રાઈમ'ની સીઝન-2માં એક્ટિંગ કરી હતી. ઉપરાંત બી પ્રાકનું ગીત 'દિલ તોડકર...' તેમના જીવન પરથી જ રજુ કરાયું છે. આ ગીત ઘણું હિટ થયું હતું. જુબીન નૌટિયાલ સાથેનું તેમનું નવું ગીત 'તુઝે ભૂલના તો ચાહા...' પણ હિટ થયું હતું. અભિષેક સિંહે ઘણી વેબ સિરીઝ અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

શોર્ટ ફિલ્મોમાં પણ અભિષેક

IAS અભિષેકે ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આઈએએસની નોકરીની સાથે સાથે તે એક્ટિંગને પણ પોતાનો શોખ ગણાવે છે. અભિષેકના કહેવા પ્રમાણે, જ્યારે તેણે અભિનય કરવાનું શરૂ કર્યું ત્યારે પરિવારના સભ્યો તેની વિરુદ્ધ હતા અને અભિનય ક્ષેત્રને બિનજરૂરી કહેતા હતા, પરંતુ તે તેના શોખને ફોલો કરતો રહ્યો અને છેવટે તનતોડ મહેનત કરી તેણે અધિકારી અને અભિનય ક્ષેત્રે પણ સફળતાના શીખરો સર કર્યા.

ઈન્સ્ટાગ્રામ પર 30 લાખ જેટલા ફોલોઅર્સ

સોશ્યલ મીડિયા પર અભિષેક સિંહ જોરદાર રીતે એક્ટિવ છે અને તેમની એક્ટિંગ અને મોડલિંગના ફોટો-વીડીયોથી તમામ અકાઉન્ટ્સ ભરેલા છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર 30 લાખ જેટલા ફોલોઅર્સ પણ છે. તેમની કેટલીક પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.

જુઓ તેમના સોશ્યલ મીડિયાના શોખનો નમૂનો





https://ift.tt/WiSbBsN

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ