- આ ઉપરાંત રૂા. 5.86 લાખ રોકડા બે બુલેટ, 20 બ્રાન્ડેડ વૉચ અને કેટલાયે રૂપિયાના સિક્કા પણ NCBએ પકડયા
ચંડીગઢ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આજે લુધીયાણા જિલ્લામાં ૨૦ કીલો ગ્રામ હેરોઈન પકડી પાડયું હતું. એનસીબીએ મળેલી બાતમીના આધારે એક દરોડો પાડી એક શખ્સની પાસેથી આટલા મોટાં પ્રમાણમાં હેરોઇન પકડી પાડવા ઉપરાંત તેની પાસેથી રૂા. ૫.૮૬ લાખ રોકડા તથા રૂા. ૨,૮૫૦નું વિદેશી ચલણ પણ જપ્ત કર્યા હતાં. તેની પાસેથી બે બુલેટસ ૨૦ બ્રાન્ડેડ વોચ તથા કેટલાક રૂપિયાના સિક્કા પણ પકડી પાડવામાં આવ્યા હતા. તેમ એન.સી.બી.નાં ચંડીગઢ યુનિટના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
એનસીબી (ચંડીગઢ યુનિટ)ના ડેપ્યુટી ડીરેકટર જનરલ જ્ઞાાનેસ્વર સિંહે આ માહિતી આપતાં પત્રકારોને જણાવ્યું હતું કે આ કેસના બે અપરાધીઓ નાસી છૂટયા છે. તે બંનેની શોધ ચાલે છે જ્યારે ત્રીજો અપરાધી પકડાઈ ગયો છે.
તે સર્વવિદિત છે કે પાકિસ્તાનમાંથી જ હેરોઇન અફીણ વગેરે નશાકારક પદાર્થો ભારતમાં ઘૂસાડવામાં આવે છે તે પાછળ ભારતની યુવા પેઢીને અફીણ હેરોઇન વગેરેની નશાખોરી ઉપર ચઢાવી તેમનું જીવન બરબાદ કરવાની ભયંકર લાંબી જાળ છે. પાકિસ્તાનની આ નાપાક ગતિવિધિ દાયકાઓથી ચાલી રહી છે. તે એ માટે ડ્રોન વિમાનોનો પણ ઉપયોગ કરી રહ્યું છે તે પણ સર્વવિદિત છે. સમગ્ર ષડયંત્ર પાછળ પાકિસ્તાનની બદનામ જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (આઈ.એસ.આઈ.) છે તે પણ હવે સર્વવિદિત બની ગયું છે.
https://ift.tt/Tz3ZfXH from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qBEVGZ3
0 ટિપ્પણીઓ