- કમલનાથે હિન્દુઓનું અપમાન કર્યું : ભાજપ
- એક સમયે રામ મંદિરનો વિરોધ કરનારો કોંગ્રેસ પક્ષ દેવી-દેવતાઓમાં માનતો જ નથી : શિવરાજ
ભોપાલ : મધ્ય પ્રદેશના કોંગ્રેસના નેતા કમલનાથના જન્મ દિનના કેકને કારણે વિવાદ સર્જાયો છે. ભાજપે દાવો કર્યો છે કે કમલ નાથે જે કેક કાપ્યું હતું તે મંદિરના આકારનું બનાવવામાં આવ્યું હતું, તેથી કલમ નાથે હિન્દુઓનું અપમાન કર્યું છે. કમલનાથનો કેક કાપતો વીડિયો અને તસવીરો ભાજપના નેતાઓ આ દાવા સાથે શેર કરી રહ્યા છે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને કમલનાથ પર આ આરોપો લગાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસીઓને ભગવાનની ભક્તિ સાથે કઇ લેવાદેવા જ નથી. તેમનો પક્ષ એક સમયે શ્રીરામ મંદિરનો વિરોધ કરતો હતો. તમે કેક પણ હિન્દુઓની લાગણી દુભાય તેવુ વાપરો છો. જેનો આ સમાજ ક્યારેય સ્વિકાર નહીં કરે. સાથે તેઓએ દાવો કર્યો હતો કે કમલનાથે કેક પર હનુમાનજી બનાવ્યા હતા અને બાદમાં કેકને કાપ્યું પણ હતું. આ ખરેખર હિન્દુ ધર્મ અને સનાતન પરંપરાઓનું અપમાન છે. કમલનાથે મંગળવારે પોતાના નિવાસ સ્થાને જન્મ દિનની ઉજવણી કરી હતી. જોકે તેમનો જન્મ દિન ૧૮મી તારીખે છે પણ તેઓ પોતાના વતન છિંદવાડામાં આવ્યા હતા અને ત્રણ દિવસ અગાઉ જ ઉજવણી કરી લીધી હતી.
https://ift.tt/2QZIPRy from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/laWh3iH
0 ટિપ્પણીઓ