- ગાંધીજીનું અપમાન કરી પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ
- ઓલ ઇન્ડિયા હિન્દુ મહાસભાએ ગાંધીજીનું અપમાન કરતી મૂર્તી લગાવતા પોલીસે ફરિયાદ દાખલ કરી, મૂર્તી હટાવવી પડી
કોલકાતા : કોલકાતામાં ઓલ ઇન્ડિયા હિન્દુ મહાસભાએ દૂર્ગા પૂજાના પંડાલમાં ગાંધીજીને મહિસાસૂર બનાવતા ભારે વિવાદ સર્જાયો છે. આ પંડાલમાં રાખવામાં આવેલી માતાજીની મૂર્તીમાં ગાંધીજીને મહિસાસૂર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે અને હિન્દુ મહાસભાની પણ ભારે ટીકા થઇ રહી છે. જોકે તેમ છતા હિન્દુ મહાસભાના નેતાઓએ કહ્યું હતું કે ગાંધી રાક્ષસ હતા. અને અમે ગાંધીને જ સાચા રાક્ષસ માનીએ છીએ.
આ સમગ્ર મામલે બાદમાં હિન્દુ મહાસભાની સામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મામલો કેન્દ્ર સરકાર સુધી પહોંચી ગયો હતો. ગૃહ મંત્રાલયનું દબાણ આવતા બાદમાં હિન્દુ મહાસભાએ ગાંધીજીને માતાજીની મૂર્તીમાં રાક્ષસ મહિસાસૂર બતાવતી મૂર્તીને હટાવવી પડી હતી. પશ્ચિમ બંગાળમાં હિન્દુ મહાસભાના પ્રમુખ ચંદ્રચુડ ગોસ્વામીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધીને પ્રોત્સાહન આપી રહી છે. અમને આ મૂર્તી બદલવા માટે દબાણ હતું તેથી અમે તેને બદલી નાખી છે. અમને ગૃહ મંત્રાલય તરફથી દબાણ આવી રહ્યું હતું.
પૌરાણિક પુરાવા મુજબ દૂર્ગા માતાએ રાક્ષસ મહિસાસૂરનો નાશ કર્યો હતો અને તેના સામ્રાજ્યનો પણ અંત આવ્યો હતો. હાલ પોલીસ ગાંધીજીની મહિસાસૂર તરીકે દર્શાવતી મૂર્તીની તસવીર લોકોને હટાવવા માટે અપીલ કરી રહી છે કે જેથી દુર્ગા પૂજાના તહેવાર સમયે શાંતિ જળવાઇ રહે. ગાંધીજીને રાક્ષસ બતાવતી મૂર્તીની ટિકા કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, સીપીઆઇ-એમ અને ભાજપ સહિતના પક્ષોએ કરી હતી. જોકે હિન્દુ મહાસભાના જ કેટલાક નેતાઓએ પણ ગાંધીજીને રાક્ષસ બતાવવા સામે વિરોધ કર્યો હતો. અને દાવો કર્યો હતો કે પલ્બિસિટી મેળવવા માટે આવુ કરવામાં આવ્યું છે. તૃણમુલ કોંગ્રેસના પ્રવક્તા કુનાલ ઘોષે જણાવ્યું હતું કે હિન્દુ મહાસભાએ રાષ્ટ્રપિતાનું અપમાન કર્યું છે.
https://ift.tt/uwGLS78 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/1jyKURH
0 ટિપ્પણીઓ