બોલીવુડના આ દિગ્ગજે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટવીટરને કર્યુ અલવિદા, કારણ જાણીને ચોંકી જશો


મુંબઇ,10 ઓકટોબર,2022,સોમવાર 

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટવીટર જેવા સોશિયલ મીડિયા ફોરમ પર ફેન્ડસ અને ફોલોવર્સ વધારવા માટે હોડ જામતી હોય છે. કેટલાક ફોટો શુટ, વીડિયો કે કમેન્ટનો સહારો લેતા હોય છે. કોઇ વિવાદાસ્પદ ટ્વીટ કરીને પણ લોકોનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરતા હોય છે. નવાઇની વાત તો  એ છે કે આનાથી વિરુધ કેટલાક સેલિબ્રેટી સોશિયલ મીડિયાને અલવિદા પણ કરવા લાગ્યા છે. 

જેમાં બોલીવુડના વધુ એક દિગ્ગજનું નામ જોડાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફિલ્મ મેકર કરણ જોહરે ટ્વીટર છોડી દેવાની જાહેરાત કરી છે.  ટ્વીટ કરતા લખ્યું હતું કે સકારાત્મક ઉર્જા મેળવવા માટે આ પગલું ભરી રહયો છે.  કરણ જોહર પહેલા અભિનેત્રી સોનાક્ષીસિંહા, આયુષ શર્મા, ઇકબાલ, સાકિબ સલીમ અને નિર્દેશક શશાંક ખેતાન જેવા અભિનેતાઓએ પણ ટોકિસક એનવાર્યમેન્ટના લીધે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટરને ગૂડબાય કહયું છે. 

કરણ જોહરે ટ્વીટરને અલવિદા કરતા અનેક યુઝર્સ પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. કરણ જોહરનું આ પગલું ઘણા યુઝર્સને સમજમાં આવતું નથી. એક યુઝર્સે લખ્યું કે આપ જેવા માટે સોશિયલ મીડિયા સારુ ફલેટફોર્મ છે. તો કોઇએ લખ્યું કે કોઇ ફાયદા નહી હોગા, ના કોઇ નુકસાન.. ક્રેએટિવિટી બહાર આવશે, અને સ્તુત્ય પગલું એવી પણ પ્રતિક્રિયા આપી છે. 



https://ift.tt/692bN0R from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nEbs01c

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ