દિવાળીમાં એસીબીથી બચવા એક વર્ષની વેલેડીટીના ગિફ્ટ કુપનનો ટ્રેન્ડ

અમદાવાદ

કોરોનાના બાદની આ દિવાળીમાં તમામ સરકારી કામ પૂર્ણ રીતે ચાલતા હોવાથી ચાલુ વર્ષે લાંચ રૂશ્વતનું પ્રમાણમાં પણ છેલ્લાં બે વર્ષની સરખામણી વધારે થવાની શક્યતા છે. ત્યારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા લાંચના વ્યવહાર   નજર રાખવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે જો કે એસીબીની નજરથી બચવા માટે આ દિવાળીમાં એક વર્ષની સમય મર્યાદા ધરાવતા ઇલેક્ટ્રોનીક્સ ગેટેઝ્સ અને ટુર્સ ટ્રાવેલ્સના ગિફ્ટ કુપનનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.  જેથી એસીબીની નજરથી બચી શકાય. દિવાળીના તહેવારમાં સરકારી અધિકારીઓને આપવામાં આવતી ભેટ સોગાદો પર નજર રાખવા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા સમગ્ર ગુજરાતના તમામ શહેરોમાં વિવિધ ટીમ બનાવવામાં આવી છે. એસીબીના સુત્રોના જણાવ્યા મુજબ કોરોનાના પછી આ દિવાળી કોઇપણ પ્રતિબંધ વિનાની છે અને તમામ વેપાર ધંધા તેમજ સરકારી કામ પણ શરૂ થઇ ગયા છે. જેથી ચાલુ દિવાળીએ ભેટ-સોગાદના નામે લાંચનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે.ઉચ્ચ અધિકારીઓએ એસીબીની રડારથી બચવા માટે લાંચ લેવા માટેની સિસ્ટમ બદલી છે. જેમાં એક વર્ષની સમય મર્યાદા ધરાવતા ગીફ્ટ કાર્ડનો ટ્રેન્ડ જોવા મળી  રહ્યો છે. જેમાં વિવિધ શોપીંગ સાઇટ, ઇલેટ્રોનીક્સ ગેઝેટ્સની રીટેઇલ ચેઇનના ગીફ્ટ કાર્ડ સૌથી વધારે ખરીદવામાં આવી રહ્યા છે.  ગિફ્ટ કાર્ડને ભેટ સોગાદ માટે લેવાથી મોડેથી ખરીદી કરી શકાય છે. જેથી એસીબીની રડારમાં આવી ન શકાય.   આ સાથે ટુર માટેના ગીફ્ટ કાર્ડની ખરીદી પણ મોટાપાયે કરવામાં આવી રહી છે. જેમાં ગ્રેડ પ્રમાણે અધિકારીઓને ટુરની પણ ઓફર કરવામાં આવી રહી છે.  આમ, નાણાંકીય વ્યવહાર કે સોનાના સિક્કાની લેવડ દેવડ લગભગ બંધ થઇ ગઇ છે. જો કે તેમ છંતાય, એસીબી સોનાના સિક્કાની જથ્થાબંધમાં  ખરીદી પર નજર રાખી રહી છે.  



https://ift.tt/CJYPSLp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ