- વિજયે એરપોર્ટમાં પહેરેલાં સનગ્લાસ સાથે જ રશ્મિકાના ફોટા વાયરલ થતાં લોકોએ તાળો મેળવી લીધો
નેશનલ ક્રશ ગણાતી અભિનેત્રી રશ્મિકા મંદાના અને સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા વચ્ચે ડેટિંગ ચાલતું હોવાનું લાંબા સમયથી ચર્ચાય છે. આ વખતે એક ચશ્માના કારણે તેઓ હાલ સાથે વેકેશન માણી રહ્યાનું પ્રગટ થઈ ગયું છે.
વિજય દેવરકોંડા મુંબઈ એરપોર્ટમાં જે સન ગ્લાસીસ સાથે પ્રવેશ્યો હતો તે જ સનગ્લાસીસ પહેરેલા રશ્મિકા મંદાનાના ફોટા વાયરલ થયા છે. રશ્મિકા આ ફોટામાં એકલી છે પરંતુ તેણે પહેરેલા સનગ્લાસીસ તથા તેણે મુકેલાં કેપ્શનના આધારે તે અને વિજય સાથે સાથે હોવાનો તાળો લોકોએ મેળવી લીધો છે.
એરપોર્ટ પર પહેલાં વિજય અને પછી રશ્મિકા દાખલ થયાં હતાં. તે પરથી પણ લોકોએ અટકળો લગાવી હતી. પરંતુ, બીજા દિવસે સનગ્લાસીસ પરથી કન્ફર્મ કરી લીધું હતું કે બંને સાથે વેકેશન માણવા માલદિવ ગયાં છે. કેટલાય લોકોએ તો એવો અંદાજ પણ લગાવ્યો છે કે રશ્મિકાએ પોસ્ટ કરેલી તસવીરો વિજયે જ ક્લિક કરી છે.
https://ift.tt/gNiK8wz from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rB7PiXh
0 ટિપ્પણીઓ