- અગાઉ, આલિયા ભટ્ટ પર પણ આ જ કારણોસર પસ્તાળ પડી હતી
સગર્ભા અભિનેત્રી બિપાશા બસુ હાઈ હિલ્સ સાથે દેખાતાં નેટિઝન્સ તેના પર નારાજ થયા હતા. તેમણે અભિનેત્રીને આવું જોખમ નહીં લેવાની સલાહ આપી દીધી હતી.
બિપાશાએ ગત ઓગસ્ટમાં પોતે સગર્ભા હોવાનું જાહેર કર્યું હતું. તે પછી તે અવારનવાર જાહેરમાં દેખા દેતી રહે છે. સગર્ભાવસ્થાને કારણે તેના ચહેરા પર આવેલી ચમક નેટિઝન્સ નોટિસ કરી રહ્યા છે.
જોકે, તાજેતરમાં તેણે રેડ કફ્તાન સાથે બાન્દ્રામાં દેખા દીધી હતી. તેના ફોટા વાયરલ થતાં લોકોએ તરત જ નોટિસ કર્યું હતું કે તેણે હાઈ હિલ પહેરી છે. તે પછી ચાહકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
કેટલાક ચાહકોએ લખ્યું હતું કે આપણે ત્યાં ડોક્ટરો સગર્ભાવસ્થામાં હાઈ હિલ્સ પહેરવાની મનાઈ ફરમાવે છે. તો શું આપણા ડોક્ટરો અને બિપાશાના ડોક્ટરોમાં કોઈ તફાવત છે ?
સંખ્યાબંધ લોકોએ માત્ર ફેશન કે દેખાવ ખાતર પોતાનાં અને આવનાર બાળકનાં જીવન સાથે કોઈ ચેડાં નહીં કરવાની સલાહ પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ આલિયા ભટ્ટ પણ એક વાર હાઈ હિલ્સ સાથે દેખાતાં લોકો સગર્ભાવસ્થામાં હાઈ હિલ્સ પહેરવા બદલ તેની પણ ઝાટકણી કાઢી હતી.
https://ift.tt/MqI7y3B from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xWd0ncH
0 ટિપ્પણીઓ