- વાયદા કરતી વખતે તે વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તે આર્થિક રીતે દેશને પોસાય તેમ છે કે નહીં
નવી દિલ્હી : ચુંટણી પંચે દરેક રાજકીય પક્ષોને એક પત્ર લખી તેમને ચેતવ્યા છે કે કોઈ પણ ખોટા ચુંટણી વાયદાઓ ન કરે. જે કોઈ ચુંટણી-વચનો અપાય તેવા તે વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તે આર્થિક રીતે પુરા થઈ શકે તેમ છે કે નહીં.
આ સાથે ચુંટણી પંચે તેમ પણ કહ્યું હતું કે, ''ચુંટણી વાયદાઓ અંગે સંપુર્ણ માહિતી ન આપવાની અને તેની વિત્તીય-સ્થિરતા પર પડનારી અયોગ્ય અસર પ્રત્યે પંચ આંખ આડા કાન કરી ન શકે. કારણ કે આવા વાયદાઓની દૂરગામી અસર થતી હોય છે. આ સાથે ચુંટણી પંચે રાજકીય પક્ષો દ્વારા અપાતા વાયદાઓની ઘોષણા અંગે એક પ્રમાણભૂત-નીતિ-રેખા દોરવાનો પણ પ્રયાસ કર્યો છે.''
આ અંગે ચુંટણી પંચે એક રૂપરેખા પણ તૈયાર કરી છે. તે પ્રમાણે નાણાંકીય સંસાધનોની જાહેરાત પણ તે વાયદાઓ સાથે કરવી અનિવાર્ય બની રહેશે.
તેનો હેતુ ચુંટણી વાયદાઓની નાણાંકીય વ્યવહારૂતા પણ મતદારોને જણાવવાનો છે. સાથે તેમ પણ કહ્યું છે કે, તે વાયદાઓ રાજ્ય કે કેન્દ્રની નાણાંકીય ક્ષમતામાં આવી જાય છે કે કેમ તે પણ જોવું જરૂરી છે.
ટુંકમાં ચુંટણી જીતવા માટે કેટલાએ પક્ષો અને તેના નેતાઓ, મતદારોને લોભાવવા, આર્થિક અને નાણાંકીય રીતે પણ કદી ન પોસાય તેવા વચનો ચુંટણી પ્રચાર સમયે આપતા રહે છે. તેથી અબુધ અને ભોલા મતદારો જેઓને અર્થતંત્રની કે દેશની નાણાંકીય સ્થિતિની ગતાગમ જ નથી હોતી તેઓ દોરવાઈ જાય છે. પરિણામે છેવટે નુકસાન તેમને જ થાય છે.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/HhiZtAU https://ift.tt/I2eQSjf
0 ટિપ્પણીઓ