- ડોકરાની બામક નામના ગ્લેશિયરમાં 22 સપ્ટે.થી તાલીમ ચાલી રહી છે તેમાં પર્વતારોહીઓ મોટી તિરાડમાં ફસાયા છે
ઉત્તર-કાશી : ઉત્તરાખંડમાં હવામાને અચાનક પલટો લીધો છે. પર્વતો ઉપર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. દ્રૌપદી નામક વિસ્તારમાં ડાંડામાં હિમ-સ્ખલનની ઝપટમાં આવવાથી ઉત્તર-કાશી સ્થિત નહેરૂ ઈન્સ્ટીટયુટ ઓફ માઉન્ટેનિયરિંગ (NIM) ના ૩૦ તાલીમાર્થીઓ બરફમાં ફસાઈ ગયા છે. આ દુર્ઘટનાને લીધે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો સંપર્ક સાધી સેનાની મદદ માંગી છે.
આ પર્વતારોહણ અભિયાનમાં ૩૩ તાલીમાર્થીઓ અને ૭ તાલીમ આપનારાઓ સહિત ૪૦ લોકો સામેલ હતા. તે પૈકી ૩ તાલીમાર્થીઓ અને ૭ શિક્ષકો સહિત ૧૦ ને બચાવી લેવાયા છે. ફસાઈ રહેલા અન્ય ૩૦ ને બચાવવા સેનાએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. વાયુસેનાએ પોતાના બે 'ચિત્તા' હેલિકોપ્ટર્સને કામે લગાડયા છે, અને બચાવકાર્ય શરૂ કરી દીધું છે. તે બે ઉપરાંત બીજા હેલિકોપ્ટર્સને સ્ટેન્ડ-મોડમાં મુકી દેવાયા છે.
આ દુર્ઘટનામાં કેટલાક પર્વતારોહીઓમાં મૃત્યુના પણ અહેવાલો મળ્યા છે. તેમ મૃત્યુ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ ઉપર જણાવ્યું કે, ''ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે મેં વાત કરી હતી. મેં વાયુદળને બચાવ અને રાહત અભિયાન ચલાવવા નિર્દેશ આપી દીધા છે. સૌની સુરક્ષા અને સલામત માટે પાર્થના કરું છું.''
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ટ્વિટ ઉપર જણાવ્યું હતું કે, ''દ્રૌપદી વિસ્તારના ડાંડા-૨ પર્વતમાં શિખર પાસે હિમ-સ્ખલનમાં ફસાયેલા તાલીમાર્થીઓ જલ્દીમાં જલ્દી ક્ષેમકુશળ બહાર કાઢવા માટે NIMની ટીમ પણ કાર્યરત છે. તે સાથે જિલ્લા પ્રશાસન, NDRF, SDRF, સેના અને ITBPના જવાનો દ્વારા ઝડપભેર બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.''
આ પૂર્વે પુષ્કરસિંહ ધામીએ ટ્વિટ ઉપર જણાવ્યું હતું કે, ''સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે વાતચીત કરી 'રેસ્ક્યુ-ઓપરેશન'માં ઝડપ લાવવા માટે સેનાની મદદ માટે અનુરોધ કર્યો હતો, ત્યારે રાજનાથસિંહે દરેક પ્રકારની સહાય કેન્દ્ર સરકાર તરફથી પણ આપવા માટે આશ્વાસન દીધું હતું, અને કહ્યું હતું કે દરેકને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ-કાર્ય ચાલી જ રહ્યું છે.''
મોડેથી મળતા સમાચાર જણાવે છે કે, ૧૦ના મૃતદેહો મળ્યા છે, ૮ને બચાવી લેવાયા છે.
https://ift.tt/Z5eGT2O from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dDwreGN
0 ટિપ્પણીઓ