- દેશભરના 300થી વધુ લોકો સીબીઆઇની રડારમાં
- અમદાવાદ-પુણેમાં નકલી કોલ સેન્ટર પકડયું, અમેરિકનોને ઠગતા હતા, રાજસ્થાનમાંથી દોઢ કિલો સોનુ, 1.5 કરોડ જપ્ત
નવી દિલ્હી : સીબીઆઇએ મંગળવારે દેશભરમાં ૧૦૫ સ્થળે દરોડા પાડયા હતા. આ દરોડા સાઇબર ક્રાઇમને લઇને પાડવામાં આવ્યા હતા. જે માટે સીબીઆઇએ વિવિધ રાજ્યોની પોલીસની પણ મદદ લીધી હતી. સીબીઆઇએ આ દરમિયાન બે બનાવટી કોલ સેન્ટરનો પણ પર્દાફાશ કર્યો છે કે જેના દ્વારા અમેરિકાના નાગરિકોને ઠગવામાં આવી રહ્યા હતા. સીબીઆઇની રડારમાં ૩૦૦થી વધુ લોકો છે.
સીબીઆઇએ દિલ્હીમાં પાંચ સ્થળોએ ઉપરાંત અંદામાન, પંજાબ, ચંડીગઢ, રાજસ્થાનમાં પણ દરોડા પાડયા હતા. આ દરોડાને સીબીઆઇએ ઓપરેશન ચક્ર નામ આપ્યું છે.
સીબીઆઇએ આ દરોડા અમેરિકાની એફબીઆઇ, ઇંટરપોલ, રોયલ કેનેડિયન માઉંટેન પોલીસ અને ઓસ્ટ્રેલિયાની પોલીસ દ્વારા જે ઇનપુટ મળ્યા હતા તેના આધારે પાડયા હતા.
સીબીઆઇએ દેશભરમાં ૮૭ સ્થળોએ દરોડા પાડયા હતા જ્યારે પોલીસ દ્વારા ૧૮ સ્થળોએ તપાસ ચાલી રહી છે. એજન્સીની રડારમાં દેશભરના આશરે ૩૦૦ જેટલા લોકો રડારમાં છે. દરોડા દરમિયાન બનાવટી કોલ સેન્ટરોની પણ તપાસ ચાલી રહી છે. પુણે અને અમદાવાદમાં જ બે બનાવટી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. આ કોલ સેન્ટર દ્વારા અમેરિકાના નાગરિકોને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા. રાજસ્થાનમાં એક દરોડા દરમિયાન સીબીઆઇએ ૧.૫ કરોડ રૂપિયા રોકડા અને દોઢ કિલોગ્રામ સોનુ જપ્ત કર્યું હતું.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/oXw5Mtc https://ift.tt/51A4EG3
0 ટિપ્પણીઓ