અયોધ્યાના એક ચોકને સ્વ. લતા મંગેશકરના નામકરણની તડામાર તૈયારી


- સ્વ. કોકિલકંઠીના 28મી સપ્ટેમ્બરના 93મા જન્મદિવસે આ ચોકનું લોકાર્પણ કરવામાં આવશે

મુંબઇ : ૬ફેબ્રુઆરીના રોજ ભારતરત્ન લતામંગેશકરનું ૯૨ વરસની વયે નિધન થયું હતું. તેમનો મીઠો-મધુર સ્વર અમર થઇ ગયો છે. ૨૮ સપ્ટેમ્બરના રોજ તેમનો ૯૩મો જન્મદિવસ ાવી રહ્યો છે. આ ખાસ દિવસે અયોધ્યામાં એક ચોકના નામકરણની વિધીની તડામાર તૈયારી થઇ રહી છે.

અયોધ્યામાં ૨૮ સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશનના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ ચોકનું લોકાર્પણ કરશે. કહેવાય છે કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓનલાઇન હાજરી આપવાના છે. 

અયોધ્યાના આ ચોક પર દેવી સરસ્વતીની પ્રતીક વીણાને સ્થાપિત કરવામાં આવી છે. આ વીણાની લંબાઇ ૧૦.૮ મીટર અને ઊંચાઇ ૧૨ મીટર છે. આ વીણાની સાથે જ અન્ય શાસ્ત્રીય  વાદ્ય યંભ પણ મુકવામાં આવશે. જેના દ્વારા લતા મંગેશકરે ગાયેલા ભજનો ગૂંજતા રહેશે. આ વીણાને વિશ્વ પ્રસિદ્ધ મૂર્તિકાર અને પદ્મશ્રી રામ વી સુતારે તૈયાર કરી છે. લતા મંગેશકરના નામથી બનેલા આ ચોક પાછળ ૭.૯ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, લતાજીના નિધન પછી યોગી આદિત્યનાથે અયોધ્યાના મુખ્ય ચોકને તેના નામથી વિકસિત કરવાની ઘોષણા કરી હતી. 



https://ift.tt/2lHaycF from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9uzxhHE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ